વાસ્તુ શાસ્ત્ર મુજબ આ રંગોની હોવી જોઈએ, ઘરની આ દિશાઓની દીવારોના રંગ.

વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવેલ વર્ણન મુજબ, મનુષ્યના જીવનમાં રંગોનું ઘણું વધારે મહત્વ હોય છે. આ જ કારણ છે કે, વાસ્તુ શાસ્ત્રના એક્સપર્ટ જણાવે છે કે, વ્યક્તિને પોતાના ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ રંગોની હોવી જોઈએ. ઘરના પરદા, ચાદર, કપડા અને દીવારોના રંગ પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ હોવાથી તેવા ઘરમાં રહેતા પરિવારના સભ્યો પર સારો પ્રભાવ પ્રાપ્ત થાય છે.

જે વ્યક્તિઓ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ આ બાબતોનું ધ્યાન નથી રાખતા એમના જીવનમાં કેટલાક પ્રકારની સમસ્યાઓ આવવાની સાથે સાથે ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થઈ જાય છે. ચાલો હવે જાણીશું કે, ઘરની સૌથી મહત્વપૂર્ણ દીશાઓમાં એટલે કે, ઘરની ઉત્તર દીશા અને ઈશાન દિશામાં આવેલ દીવાર પર કયો રંગ લગાવવો જોઈએ.

ઘરની ઉત્તર દિશામાં આવેલ દીવાર:

વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા મુજબ, આપના ઘરની ઉત્તર દિશામાં આવેલ ભાગ જળ તત્વ પ્રદાન કરે છે. ઘરની ઉત્તર દિશાને ધનની દેવી લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આપે ઘરની ઉત્તર દિશાને હંમેશા પવિત્ર અને ખાલી રાખવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ઘરની ઉત્તર દિશાની સજાવટ કરવા માટે હંમેશા હળવા રંગ કે પછી પિસ્તા લીલા રંગનો પ્રયોગ કરવો જોઈએ. એના સિવાય અન્ય રંગોમાં આસમાની રંગનો પ્રયોગ પણ કરવામાં આવી શકે છે. આવી રીતે ઘરમાં આવેલ ઉત્તર દિશામાં હળવા રંગ કે પછી પિસ્તા લીલા રંગ કે પછી આસમાની રંગથી સજાવવાથી આપના ઘરની આર્થિક સ્થિતિમાં મજબુતાઈ આવે છે.

ઘરની ઉત્તર દિશામાં કોઈ પણ ઘાટા રંગોનો પ્રયોગ ક્યારેય પણ કરવો જોઈએ નહી. જો ઘરમાં આવેલ ઉત્તર દિશામાં ઘાટા રંગનો પ્રયોગ કરવામાં આવે છે તો તે ઘરની આર્થિક સ્થિતિને હાનિ થવાના સંકેત આપે છે. આની સાથે જ સાથે અન્ય સમસ્યાઓનો પણ સામનો આ ઘરમાં રહેતા પરિવારના સભ્યોના જીવનમાં આવતી રહે છે.

ચાલો હવે જાણીશું ઘરની ઉત્તર- પૂર્વ દિશા એટલે કે ઈશાન દિશામાં આવેલ દીવાર સાથે સંબંધિત વાસ્તુ શાસ્ત્રની ટીપ્સ વિષે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ઘરની ઉત્તર- પૂર્વ દિશાને ઈશાન કોણના નામથી જાણવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં ઘરની ઉત્તર- પૂર્વ દિશા એટલે કે, ઈશાન કોણમાં દેવતાઓ નિવાસ કરે છે. તેમજ ખાસ કરીને ઈશાન કોણને ભગવાન શિવના રૂપ તરીકે જાણવામાં આવે છે. એટલા માટે ઈશાન કોણ,અ કોઇપણ પ્રકારનો વાસ્તુ દોષ નુકસાન આપનાર હોય છે.

આપને જણાવી દઈએ કે, ઈશાન કોનમાં આકાશ વધારે ખુલ્લું હોય છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ઘરની કોઈપણ દિશામાં આવેલ દિવારનો રંગ આસમાની, સફેદ કે પછી હળવા રીંગણી રંગની હોવી જોઈએ. એના સિવાય આ દિશામાં પીળાનો રંગનો પણ ઉપયોગ કરી શકાય છે.

error: Content is protected !!