સૂકી ખાંસીથી છો પરેશાન? તો આ ઘરગથ્થું ઉપચાર અપનાવો મળશે જડમૂળથી છુટકારો.

ડબલ ઋતુને કારણે શરદી ઉધરસની સમસ્યા થવી એ બહુ સામાન્ય વાત છે. શરીરની ઇમ્યુનિટી ઓછી થવી તેના લીધે પણ શરદી ઉધરસ થતી હોય છે. એવામાં જ્યારે ઉધરસ જો થઈ જાય તો તેનાથી ખૂબ હેરાનગતિ થતી હોય છે અને જો એમાં પણ સૂકી ખાંસી થઈ જાય તો તો ઓર વધારે હેરાન થવું પડે છે.

સૂકી ખાંસીને લીધે ગળામાં તો દુખાવો તો થાય છે સાથે સાથે ઘણીવાર પેટમાં અને છાતીમાં પણ દુખાવો થતો હોય છે. આ ખાંસીથી રાહત મેળવવા આપણે સિરપ અને દવાઓ લેતા હોઈએ છે પણ દવાથી એ ખાંસી જડમૂલથી દૂર નથી થતી. તેના માટે તો અમુક ખાસ ઘરગથ્થું ઉપાય આજે અમે તમને જણાવશું. આ ઉપાયથી તમને સૂકી ખાંસીમાંથી રાહત મળશે.

મધ : સૂકી ખાંસીમાં મધ બહુ કારગર ઉપાય છે. મધમાં એંટી-બેકટિરિયલ ગુણ છે. જેનાથી ગળાનું ઇન્ફેકશન દૂર કરવામાં મદદ કરશે. સૂકી ખાંસીમાં દરરોજ 2-4 ચમચી મધ અડધા ગ્લાસ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.

સિંધવ મીઠું : સુકી ઉધરસ માટે સિંધવ મીઠું અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. શુષ્ક ઉધરસની સમસ્યામાં એક ગાંઠિયા મીઠાને અગ્નિ પર ગરમ કરો. જ્યારે ગાંઠ નરમ થઈ જાય ત્યારે તેને અડધા ગ્લાસ પાણીમાં નાખો. રાત્રે સૂતા પહેલા આ પાણી પીવો. આવુ નિયમિત કરવાથી શુષ્ક ઉધરસમાં જલ્દી આરામ મળશે.

આદું : આદુંની ચા પીવી એ બધાને પસંદ હોય છે. આદું એ શરદી અને ખાંસી માટે રામબાણ ઉપાય છે. સૂકી ખાંસીનું સેવન કરવાથી ખાંસીમાં રાહત મળે છે. તેની માટે આદુંની એક ગાંઠને ખાંડી લો અને તેમાં એક ચપટી મીઠું ઊમરો પછી તેને દાઢ નીછે દબાવી દો.

આદુંનો રસ ધીરે ધીરે મોઢામાં જવા દો. 5 મિનિટ તેને મોઢામાં રાખો અને પછી કોગળા કરી લો. જો સતત સૂકી ખાંસી હોય અને આ ઉપાય કરો છો તો ખાંસી તરત શાંત થઈ જશે. આ સિવાય તમે આદુંના રસને મધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

મૂલેઠી : શરદી ઉધરસ માટે મૂળેથીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. સૂકી ખાંસીમાં મૂળેથીની ચા બનાવીને પીવી જોઈએ તેનાથી ખૂબ જલ્દી રાહત મળે છે. તેની માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મૂળેથીની સૂકી જડ એટલે કે મૂળેથીના મૂળિયાં ઉકાળો. નિયમિત દિવસમાં બે વાર તમે આ ચાનું સેવન કરો છો તો સૂકી ખાંસીમાં જલ્દી જ રાહત મળશે.

હળદર : આયુર્વેદમાં હળદરને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરદી અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક છે. હળદરવાળા દૂધ લેવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. આ સિવાય ગરમ પાણીમાં એક ચમચી હળદર નાખીને આ પાણીની વરાળ લેવાથી પણ સૂકી ઉધરસમાં ફાયદો થાય છે.

મરી : દરેક પ્રકારની ઉધરસમાં કાળા મરીનું સેવન એક અજમાવી અને અસરકારક ઘરેલું ઉપાય છે. સૂકી ઉધરસમાં પીસેલા કાળા મરી અને મધનું મિશ્રણ લેવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. આ સિવાય તમે દૂધમાં કાળા મરી મિક્સ કરીને પી શકો છો અથવા તુલસી અને કાળા મરીનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકો છો.

error: Content is protected !!