ઘરમાં ઘડિયાળ કઈ તરફ લગાવવામાં આવી છે તેની પણ અસર થાય છે ઘર પર જાણો.
પોતાનું ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરના ઘર માટે ખૂબ મહેનત કરતો હોય છે. ઘણી મહેનતથી વ્યક્તિ ઘર તો બનાવી લે છે અથવા તો નવું ઘર ખરીદી પણ લે છે. પણ નવા ઘરમાં શિફ્ટ થયા પછી અમુક કારણસર તેને ઘરમાંથી પોઝિટીવી મળતી નથી. જેના લીધે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને ઘરના વાસ્તુ સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ માહિતી જણાવી રહ્યા છે.
ઘર બનાવતી વખતે વાસ્તુના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી હોય છે. વાસ્તુના સંયોજનથી ઘરની સજાવટ કરવામાં આવે તો તેની સકારાત્મક ઊર્જા વધી જાય છે. વાસ્તુ વિજ્ઞાનમાં ઘરની દિશાઓ અને ઘરમાં મુકાતી વસ્તુઓના મહત્વને દર્શાવવામાં આવ્યું છે. ઘરમાં અલગ અલગ જગ્યાઓએ રાખેલી વસ્તુઓ વ્યક્તિના જીવન પર પણ અસર કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ ઘરની દક્ષિણ દિશા વિશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાથી ભયંકર નુકસાન થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ માટે આ નિયમ એક સમાન રહે છે. એટલે કે ઘરમાં દક્ષિણ દિશા તરફ કેટલીક વસ્તુઓ ન મુકવી જોઈએ. કઈ કઈ છે આ વસ્તુઓ જાણી લો આજે.
– ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ઘડિયાળ ન રાખવી. કારણ કે આ દિશા કાળની દિશા માનવામાં આવે છે. જો ઘરમાં દક્ષિણ દિશા પર ઘડિયાળ રાખશો તો ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થ ખરાબ રહેશે અને આયુષ્ય પર પણ જોખમ ઊભુ થશે.
– વાસ્તુ અનુસાર ઘરમાં દક્ષિણ દિશામાં ફ્રીઝ પણ ન રાખવું. દક્ષિણ દિશા અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રિઝને આ દિશામાં રાખવાથી ઘરના લોકોમાં ક્રોધ વધે છે. ફ્રિઝ રાખવા માટેની ઉત્તમ દિશા દક્ષિણ-પશ્ચિમ છે.
– જે પાત્રમાં તમે પૈસા રાખતાં હોય તેને ક્યારેય દક્ષિણ દિશા તરફ ન રાખવી. કબાટ પણ એવી રીતે ન રાખવો કે જ્યારે તેને ખોલો તો તેનું મુખ દક્ષિણ દિશા તરફ રહે. આવી વ્યવસ્થા હોય ત્યાં ધનનો વ્યય થતો જ રહે છે.
– વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં એક નાનકડું એક્વેરીયમ રાખવું જોઈએ. તેનાથી ક્યારેય ધનની ખામી નહીં સર્જાય.
તમને જણાવી દઈએ કે અહિયાં જણાવેલ વાતોને જ વળગીને રહેવું એ જરૂરી નથી. આ વાતો તમારા ઘરમાં પોઝિટીવી લાવવામાં મદદ કરશે. તમે તમારી સગવડ પ્રમાણે ધીરે ધીરે પરિવર્તન કરી શકો છો. તમે પોતે જ્યાં સુધી પોઝિટિવ નહીં રહો ત્યાં સુધી કશું પણ કરી લો તમને જીવનમાં કોઈપણ ફરક દેખાશે નહીં. જ્યારે તમે જ નેગેટિવિટીથી ભરપૂર છો તો કોઈપણ ઉપાય અપનવવાનો અર્થ નથી. બધુ સારું થઈ જશે આ વાત હમેશા મનમાં રાખવી.