હોળીની રાત્રે હનુમાનજીની પૂજા કરો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, ધનલાભ સાથે મળશે બીજા ઘણા લાભ.

હોળીની રાત્રે હનુમાનજીની પૂજા અર્ચના કરવી એ બહુ ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે હોળી દહનની રાત્રે જો તમે સંપૂર્ણ શ્રધ્ધા અને ભક્તિથી હનુમાનજીની પૂજા અર્ચના કરો છો તો દરેક પ્રકારના કષ્ટથી મુક્તિ મળી જાય છે. હોળી દહનના દિવસે હનુમાનજીની પૂજા કરવાના સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવાની જરૂરત છે. આજે અમે તમને જણાવશું કે હોળી દહનના રાત્રે હનુમાનજીની કઈ રીતે પૂજા કરવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી હનુમાનજીની વિશેષ કૃપા મળશે.

1. હોળી દહનની રાત્રે જો શ્રધ્ધાળુ વ્યક્તિ હનુમાનજીની પૂજા સાથે અમુક ખાસ ઉપાય કરશે તો તેનાથી તમને શુભ ફળ મળશે. માન્યતા છે કે હોળી દહનની રાત્રે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી બધી મનોકામના પૂરી થાય છે ચાલો તમે જણાવીએ પૂજા વિધિ વિષે.

2. હોળીની રાત્રે હનુમાનજીની પૂજા કરતાં પહેલા સ્નાન અને બધુ પરવારી જવાનું રહેશે અને પછી મંદિર કે પછી ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે ફોટો સામે બેસીને પૂજાનો સંકલપ કરો.

3. સંકલ્પ લીધા પછી હનુમાનજીની સિંદુર, ચમેલીનું તેલ, ફૂલોનો હાર, પ્રસાદ અને તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવો પછી હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો અને અંતમાં હનુમાનજીની આરતી પણ કરો. પ્રયત્ન કરો કે આરતી સમયે આખો પરિવાર સામે હોવ.

4. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દરેક પ્રકારના કષ્ટથી છુટકારો મળે છે. બજરંગ બાણનો નિયમિત પાઠ કરવાથી આત્મા-વિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થાય છે. ચાલીસા પાઠ કરવાની સાથે જ હનુમાનજીને લાલ ચંદન પણ લગાવો.

5. હોળી દહન રાતે હનુમાનજીની પૂજા કરો ત્યારે તેમના પ્રિય એવા લાલ અને પીળા રંગના ફૂલ જરૂર અર્પિત કરો. તમને જણાવી દઈએ કે હનુમાનજીને લાલ રંગ ખૂબ પ્રિય હોય છે. હનુમાનજીને જો તમે જલ્દી પ્રસન્ન કરવા માંગો છો તો તમારે તેમને પ્રિય રંગના ફૂલ પસંદ કરવા આમ કરવાથી આર્થિક તંગીથી રાહત મળે છે.

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

error: Content is protected !!