વિશ્વની હિંગ ઉત્પાદન માંથી અડધી હિંગ ભારતીયો વાપરે છે પણ તેની ખેતી આપણાં દેશમાં નથી થતી.

આપણાં બધાના ઘરમાં બનતી રસોઈ એ હિંગ વગર અધૂરી મનાય છે કેમ કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે હિંગ વાપરીએ છે. આપણાં દેશમાં ખૂબ મોટા પાયે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં હિંગ ખૂબ ચર્ચામાં છે કેમ કે હિમાચલ પ્રદેશમાં પહેલીવાર હિંગની ખેતી કરવાનું શરૂ થવાનું છે. સીએસઆઈઆરનું કહેવું છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે આપણાં દેશમાં હિંગની ખેતી થઈ રહી છે. ચાલો જણાવીએ હિંગ સાથે જોડાયેલ રસપ્રદ માહિતી.

હિંગ નામ લેતા જ પહેલો સવાલ એ થાય છે આખરે હિંગ આવી ક્યાંથી. હિંગનું ઉત્પાદન ક્યાંથી શરૂ થયું અને અહિયાં પહેલા કયા ઉગાડવામાં આવતી હતી. ઘણા લોકોનું કહેવું છે કે હિંગ મુગલ કાળમાં ઈરાનથી આપણાં દેશમાં આવી હતી. કહેવાય છે કે અમુક જનજાતિય લોકો જ્યારે ઈરાનથી આપણાં દેશમાં આવ્યા તો પોતાની સાથે હિંગ લઈને આવ્યા હતા.

અહિયાં ધીરે ધીરે હિંગ પ્રચલિત થાય છે અને ભારતીય લોકો પણ પોતાના ખાવામાં હિંગનો વપરાશ કરવા લાગે છે. આ સિવાય આયુર્વેદમાં પણ હિંગ વિષે ઘણું જાણવા મળે છે. એવામાં કહી શકીએ કે આપણાં દેશમાં વર્ષોથી હિંગનો વપરાશ કરવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર, ભારત દર વર્ષે 600 કરોડ રૂપિયાની હિંગની આયાત કરે છે. તે જ સમયે, ઈરાન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાંથી વાર્ષિક આશરે 1200 ટન કાચા હિંગની ખરીદી કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર ઈરાન અને અફઘાનિસ્તાનની પહાડીઓમાં સૌથી વધુ હિંગ જોવા મળે છે.

હીંગની વધુ માંગ જોઈને પ્રશ્ન થાય છે કે ભારતમાં તેની ખેતી કેમ થતી નથી? તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે 1963 થી 1989 વચ્ચે ભારતમાં પણ હીંગની ખેતી કરવામાં આવી હતી. પરંતુ જો હીંગને ખેતરમાં વાવવામાં આવે તો તેમાંથી એક જ છોડ ઉગે છે અને તે ખેતી માટે મોટો પડકાર છે.

એટલે આપણાં દેશમાં તેની ખેતી ખૂબ ઓછી કરવામાં આવે છે. જો કે વર્ષ 2017 પછી હિંગની વધતી માંગને પહોંચી વળવા આપણાં દેશમાં પણ તેની ખેતી કરવાની માંગ થાય છે. કહેવાય છે કે આની માટે એક પ્રસ્તાવ કરવામાં આવ્યો છે અને તેના બીજને ઈરાનથી આયાત કરવામાં આવશે.

એક અહેવાલ મુજબ હીંગની ખેતી માટે ઠંડુ વાતાવરણ જરૂરી છે. આવી સ્થિતિમાં, હિમાચલ પ્રદેશના પાલમપુરે દેશમાં પ્રથમ વખત હિંગ ઉગાડવાનું કામ કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે IHBTના ડિરેક્ટર સંજય કુમાર લાહૌલ અને સ્પિતિના ગામ કાવરિંગમાં હિંગ ઉગાડવાનું કામ કરશે. તે હિમાચલ પ્રદેશનો ઠંડો અને સૂકો જિલ્લો હોવાનું કહેવાય છે.

error: Content is protected !!