સલાહ: દરરોજ જરૂરથી કરો આ ચાર વસ્તુઓ માંથી કોઈ એક વસ્તુનું સેવન, હાર્ટ એટેકનો ખતરો થશે ઓછો.
હાર્ટ એટેક (હ્રદય રોગનો હુમલો) એક ગંભીર સમસ્યા છે. હાર્ટ એટેક ત્યારે આવે છે, જયારે હ્રદયની માંસપેશીઓના એક ભાગને જરૂરિયાતના પ્રમાણમાં લોહી (રક્ત) નથી મળી રહ્યું હોતું. હાર્ટ એટેકના સૌથી મહત્વનું લક્ષણ માનવામાં આવે છે- છાતીમાં તીવ્ર દુઃખાવો થવો.
જો કે, આ બાબત જરૂરી નથી કે, હાર્ટ એટેક આવે ત્યારે બધાને છાતીમાં તીવ્ર દુઃખાવો જ થાય. કેટલીક વાર લોકોને ઘણો હળવો દુઃખાવો થાય છે અને એવામાં તેઓ તેને નજરઅંદાજ કરી દેતા હોય છે કેમ કે, એમને એવું લાગે છે કે, અપચો થવાના લીધે ગેસના કારણે કદાચ છાતીમાં દુઃખાવો થઈ રહ્યો છે. એને જ સાઈલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે,
કેમ કે, આપ તેને કઈક બીજું જ સમજી લેતા હોવ છો. આ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે ખુબ જ સાવધાન રહેવાની જરૂરિયાત છે. એક્સપર્ટનું કહેવું છે કે, લોકોએ પોતાના ખાવા- પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે, કેટલાક ખાદ્ય પદાર્થ એવા પણ હોય છે, જેનું સેવન કરવાથી હાર્ટ એટેકના ખતરાને ઘટાડી શકાય છે. હવે જાણીશું એના વિષે.
ફાઈબર યુક્ત ભોજન: -ફાઈબરને ઓછા કોલેસ્ટ્રોલ માટે જાણવામાં આવે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેકના ખતરામાં ઘટાડો કરે છે. એટલા માટે આપે પોતાના ભોજનમાં ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ જેવા કે, ઓટ્સ, બ્રાઉન રાઈસ (ચોખા), બાજરી, મસૂરની દાળ, લીલા પાંદડાવાળા શાકભાજી, સફરજન, પપૈયા, દ્રાક્ષ, કાકડી, ટામેટા, ડુંગળી, શક્કરીયા વગેરે =ને સામેલ કરવા જોઈએ. એનું નિયમિત રીતે સેવન કરવાથી આપને હજી પણ કેટલાક સ્વાસ્થ્ય લાભ આપી શકે છે.
ઓછા ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો: ઓછા ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો જેવા કે, મલાઈ વગરનું દૂધ અને દહીંને દિલ માટે ફાયદાકારક માનવામાં આવે છે, કેમ કે, આ હ્રદય માટે જરૂરી પોષક તત્વોથી ભરપુર હોય છે. દરરોજ આપે દહીને પોતાના ભોજનમાં સામેલ કરવાથી હ્રદય સ્વસ્થ અને મજબુત બનાવી રાખવામાં મદદ મળે છે, જેનાથી હાર્ટ એટેકના ખતરામાં પણ ઘટાડો થાય છે.
ફળનું સેવન કરો.- જો આપ દરરોજ ૧- ૨ ફળનું સેવન કરો છો તો એનાથી હ્રદય અને રક્તવાહિકાઓને સંબંધિત રોગોના ખતરાને ઘટાડવામાં મદદ મળે છે. ખરેખરમાં, ફળોમાં ફાઈબર હોય છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેકના ખતરાને ઘટાડે છે. આપે દાડમ, સુકા અંજીર અને એવોકાડો વગેરેનું સેવન કરી શકો છો.
ડ્રાયફ્રુટનું સેવન કરો.: ડ્રાયફ્રુટ જેવા કે, અખરોટ, બદામ અને પિસ્તા ના ફક્ત પૌષ્ટિકતાથી ભરપુર હોય છે ઉપરાંત આ ખાસ કરીને હ્રદય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. એક્સપર્ટનું કહેવું છે કે, મોનોઅનસેચુરેટેડ ફેટી એસીડ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલમાં ઘટાડો કરે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોક વગેરેથી બચાવે છે.