ખાવાની એ વસ્તુઓ જે કિડનીને હમેશાં માટે રાખશે સ્વસ્થ, આજથી જ કરો ડાયટમાં સામેલ.

શરીરને સ્વસ્થ રાખવું હોય તો શરીરના બધા અંગોનું સારી રીતે કામ કરવું ખૂબ જરૂરી છે. જો શરીરનું કોઈપણ અંગ સારી રીતે કામ નથી કરતું તો તેની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે. શરીરમાં હ્રદય પછી જો સૌથી જરૂરી કોઈ અંગ હોય તો તે છે કિડની. કિડની આપણાં શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. કિડની શરીરમાં બનવાવાળા વેસ્ટ અને એકસ્ટ્રા પાણીને ફિલ્ટર કરીને યુરીન દ્વારા બહાર કાઢે છે.

જો કિડની સારી રીતે કામ નથી કરી રહી તો શરીરમાં વેસ્ટ અને એકસ્ટ્રા પાણી જમા થવા લાગે છે જેની સીધી અસર આપણાં દિલ અને લીવર પર થાય છે. એંટીઓક્સિડેન્ટસથી ભરપૂર ખાવાનું સેવન કરવાથી તમે કિડનીની અનેક બીમારીઓથી બચી શકો છો. ચાલો તમને જણાવીએ આ ખાસ સુપરફૂડ્સ વિષે જે તમારી કિડનીને સ્વસ્થ રાખશે.

કોબિઝ : વિટામિન બી 12 મ બી-6, ફોલિક એસિડ અને ફાઈબરથી ભરપૂર કોબિઝ તમારી કિડનીને સ્વસ્થ રાખશે. તેમ રહેલ ફાયટોકેમિકલ્સ, ફ્રી રેડિકલ્સને લીધે થવાવાળું નુકશાન રોકી શકાય છે જેને લીધે કિડની સ્વસ્થ રહે છે.

ફુલાવર : ફુલાવરમાં ફાઈબરની સાથે ઘણી માત્રામાં વિટામિન સી હોય છે જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

લસણ : લસણમાં રહેલ એંટીઓક્સિડેન્ટ કિડનીની બીમારીની સંભાવના ઓછી કરી દે છે. દરરોજ લસણની બે થી ત્રણ કળી ખાવાથી હાઇ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે.

લાલ કેપ્સિકમ : લાલ કેપ્સીકમમાં પોટેશિયમની માત્રા ઓછી હોય છે, તેમાં લાઈકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કીડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ડુંગળી : ડુંગળીમાં હાજર ફ્લેવોનોઈડ્સ રક્તવાહિનીઓમાં ચરબીને જમા થવા દેતા નથી અને ડુંગળી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઓછા પોટેશિયમની હાજરીને કારણે ડુંગળી કિડની માટે ફાયદાકારક છે.

સફરજન : સફરજનમાં રહેલ હાઇ ફાઈબર અને એંટી ઇન્ફ્લેમેટરી ગુણ કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે. દરરોજ સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

error: Content is protected !!