સવારે નરણા કોઠે જો કરી લેશો આટલું કામ તો આંખો રહેશે તંદુરસ્ત, નહિ આવે ક્યારેય નંબર

દરેક વ્યક્તિની આંખો કઈક બોલતી હોય છે, એમની સુંદર આંખો એમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ બની રહે છે પણ જરા વિચારો કે આંખો જ ન હોય તો, તો પછી આપના આ ચહેરાની પણ કઈ કિંમત નથી રહેતી. ઈશ્વરે બનાવેલી આ દુનિયાને આપણે આંખથી નિહાળી શકીએ છીએ. અને એટલે જ આંખોનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી થઈ પડે છે

આજના યુગમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ ન કરતી હોય અને એમાં ય રાત્રીના અંધારામાં આ વસ્તુઓનો ઉપયોગ તમારી આંખોને ઘણું નુકશાન પહોંચાડે છે. અને એટલે જ રાત્રીના સમયે મોબાઈલ કે લેપટોપનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ જેથી આપણી આંખો સ્વસ્થ રહે

આજે અમે તમને કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છે જેને અજમાવીને તમે પણ તમારી આંખોની તંદુરસ્તી વધારી શકો છો

રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવું તેમાં એક ચમચી ત્રિફળાનો પાવડર નાખીને મિક્સ કરી લેવો. તમને જણાવી દઈએ કે ત્રિફળામાં આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ આવે છે. આ મિશ્રણને એક અદભૂત ઔષધી ગણવામાં આવે છે. જે શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી દેવાની ક્ષમતા ધરાવે છે

1. પાણીમાં ત્રિફળા મિક્સ કર્યા બાદ આ પાણીને ઢાંકીને આખી રાત રહેવા દેવું, એ પછી સવારે આ પાણીને ગાળી લેવું અને આ પાણીથી તમારી આંખોને ધોઈ લેવી. આંખોને ધોવા માટે આ પાણીને હથેળીમાં લેવું અને ત્યારબાદ એની છાલક મારીને આંખો ધોવી. આ પછી ગાયના દૂધમાંથી બનાવેલું માખણ કે જેમાંથી એક ચમચી જેટલું માખણ લેવું.

આ એક ચમચી માખણની અંદર ત્રણથી ચાર કાળા મરી લઈને તેને વાટીને પાવડર આ માખણમાં નાખવો અને એક ચમચી સાકર નાખવી અને આ માખણને બરાબર મિક્સ કરી, હલાવીને તમારે ખાલી પેટે, એટલે કે સવારે ભૂખ્યા પેટે આનું સેવન કરી લેવું. આને ભૂખ્યા પેટે મિક્સ કરીને તેને ખાઈ જવું.

2. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયના દૂધમાં એક ચમચી વરિયાળી અને સાકર મિકસ કરીને આ દૂધને બરાબર ગરમ કરી લેવું. દૂધ બરાબર ઉકળી જાય એ બાદ સૂતા પહેલા એને ઠંડુ કરીને પીવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારી આંખોની લગતી કોઈપણ સમસ્યા કે બીમારી ધીમે ધીમે દૂર થવા લાગશે આ ઉપરાંત તમારી આંખના નંબર પણ ઉતરી જશે

3. ઉપરોક્ત બે ઉપાય સિવાય આંખની તંદુરસ્તી માટે તમારે સવારે જ્યારે ઉઠો અને આંખોને ધુઓ ત્યારે મોઢામાં પાણી રાખીને આંખો પર પાણીની છાલક મારવી. આ રીતે આંખ ધોવાથી આંખો સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત રહે છે

એટલે હવે જો તમને પણ આંખોને લગતી કોઈપણ તકલીફ હોય તો તમે અમે જણાવેલ ઉપાયો અજમાવી શકો છો. અને આ ઉપાય અજમાવ્યા બાદ તમારી આંખો ચોક્કસપણે સ્વસ્થ અને નિરોગી રહે છે. આ ઉપરાંત આંખોને થતી બીમારીઓથી પણ બચી શકાય છે. તો પણ શરૂ કરી દો આજથી જ અમે જણાવેલ ઉપાય અજમાવવાનું

error: Content is protected !!