ચાણક્ય નીતિ : જો પત્નીમાં દેખાય આ પરિવર્તન તો સમજો તમારા સંબંધ વધુ નહીં ટકે.

એક મહિલા જ પરિવારને ખુશહાલ રાખી શકે છે અને પરિવારને એકસાથે રાખવામાં મહિલાનું ખૂબ મહત્વનું યોગદાન માનવામાં આવે છે. તો ચાણક્ય નીતિ અનુસાર જોવા જઈએ તો જો પત્નીમાં આ રીતના ગુણ હોય તો અંદાજ લગાવી શકાય છે કે હવે તમારા સંબંધ વધારે દિવસો સુધી ટકવાના નથી. ચાલો તમને જણાવીએ કયા કયા છે આ અવગુણ.

આચાર્ય ચાણક્ય અનુસાર જે સ્ત્રી ખરાબ ચરિત્રની હોય છે તે પોતાના પરિવારને યોગ્ય રીતે સંભાળી શકતી નથી. એટલું જ નહીં પરંતુ અમુક સમયે તેનો પતિ પણ તેનો દુશ્મન બની જાય છે. વાસ્તવમાં, જ્યારે કોઈ સ્ત્રી ખોટું કામ કરે છે અને તેનો પતિ તેને આવા કામ કરવા માટે રોકે છે, ત્યારે તે ધીમે ધીમે તેના પતિને પોતાનો દુશ્મન માનવા લાગે છે. પોતાની ઈચ્છા મુજબ કામ ન કરવાને કારણે તે પોતાના પતિને દુશ્મનની નજરથી જોવા લાગે છે.

ચાણક્ય અનુસાર પતિ-પત્નીમાં કોઈપણ પ્રકારની ખરાબી હોય તો પણ બંનેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં જ્યારે પતિ કોઈ ભૂલ કરે છે તો તેની અસર પત્ની પર જોવા મળે છે અને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ, જ્યારે પત્ની કોઈ ભૂલ કરે છે ત્યારે તેની અસર તેના પતિ પર પડે છે.

ઘણા ઘરોમાં એવા પતિ-પત્ની હોય છે જેઓ ખૂબ જ લોભી હોય છે. તેને તેના જીવન કરતાં વધુ પૈસા જોઈએ છે. આટલું જ નહીં આવા લોકો કોઈને દાન કરવું પણ જરૂરી નથી માનતા. જો કોઈ તેમના ઘરે કંઈક લેવા આવે તો પણ તે તેમના માટે દુશ્મન સમાન છે.

પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલ હોય છે. એવામાં જો સ્ત્રી પોતાના પતિથી જુઠ્ઠું બોલવા લાગે તો પછી સમજી લેવું જોઈએ કે સંબંધ જલ્દી જ તૂટવાના છે. કોઈપણ સંબંધનો પાયો જૂઠાણા પર નહીં પણ સત્ય પર ટકેલ હોય છે. એવામાં જો સતત તમે કોઈ જુઠ્ઠાણાનો સહારો લો છો તો એક દિવસ તો હકીકત સામે આવીને જ રહે છે અને પછી ધીરે ધીરે સંબંધમાં કડવાશ આવી જતી હોય છે. આ કડવાશ તમારા સંબંધને બરબાદ કરી નાખે છે.

કોઈપણ સંબંધને લાંબા સમય સુધી રાખવા માટે તેમાં માન, પ્રતિષ્ઠા અને સન્માન હોવું ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે, પતિ-પત્નીએ તેમના મૂલ્યોને ભૂલવું જોઈએ નહીં. જો કોઈ સ્ત્રી તેની ગરિમાને ભૂલીને તેના પતિનું વારંવાર અપમાન કરે છે, તો તે તેના પરિવારમાં વિખવાદ પેદા કરે છે. સાથે જ પુરુષોએ પણ મહિલાઓનું સન્માન કરવું જોઈએ.

error: Content is protected !!