વાસ્તુ પ્રમાણે ઘરમાં હનુમાનજીનો આવો ફોટો રહેશે શુભ, દૂર થશે દુખ દર્દ.

ઘરમાં દેવી દેવતાઓના ફોટો લગવવા માટે પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે. દેવી-દેવતાઓના કેવા ફોટો ઘર માટે વધુ લાભદાયી રહે છે અને કયા ફોટો વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. બહુ ઓછા લોકો આ બાબત જાણતા હોય છે. ઘણીવાર અપને કશુંજ સમજ્યા કે વિચાર્યા વગર દેવી દેવતાઓના કોઈપણ ફોટો ઘરમાં લગાવી દેતા હોઈએ છે. પણ વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં કેવા ફોટો લગાવવા શુભ રહેશે.

દક્ષિણાવર્તી હનુમાનજી : વાસ્તુ અનુસાર જે ફોટોમાં હનુમાનજી દક્ષિણ તરફ જોઈ રહ્યા હોય. ઘરમાં આવી તસવીર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. એવું કહેવાય છે કે આ ફોટો બેસવાની મુદ્રામાં અને લાલ રંગનો હોવો જોઈએ. આ ચિત્રને શુભ માનવામાં આવે છે કારણ કે તેને લગાવવાથી હનુમાનજીના ફોટાને જોઈને દક્ષિણ દિશાથી આવનારી દરેક અશુભ શક્તિ પરત ફરી જાય છે. એટલું જ નહીં તે મંગલ દોષને પણ દૂર કરે છે.

ઉત્તરામુખી હનુમાનજી : જે ફોટોમાં હનુમાનજીનું મુખ ઉત્તર દિશા તરફ છે તે ઉત્તરામુખી હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

પંચમુખી હનુમાનજી : પંચમુખી હનુમાનજીની તસ્વીર ઘરમાં લગાવવાથી ઘરમાં પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ ધન-સંપત્તિમાં વધારો થાય. સાથે જ ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. જો ઘરમાં ખરાબ શક્તિઓનો પ્રભાવ હોય તો આવી સ્થિતિમાં હનુમાનજીની શક્તિ પ્રદર્શન મુદ્રાનો ફોટો લગાવવો જોઈએ. સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર પંચમુખી હનુમાનજીનો ફોટો પણ ઉપરની તરફ લગાવી શકાય છે. આ કારણે ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશતી નથી.

પર્વત ઊપડતાં હનુમાનજી : આવો ફોટો ઘરમાં લગાવવાથી ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ, હિંમત, શક્તિ અને જવાબદારીની ભાવનાનો વિકાસ થાય છે. આ ફોટો લગાવવાથી તમે કોઈ પણ પરિસ્થિતિથી ડરશો નહીં, પરંતુ તમને જલ્દી જ તેનો ઉકેલ મળી જશે.

સફેદ હનુમાનજી : નોકરી અને પ્રમોશન મેળવવા માટે ઘરમાં સફેદ હનુમાનજીનો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે.

હનુમાન ધ્યાન કરતા : આવો ફોટો જેમાં હનુમાનજીએ આંખો બંધ કરી છે. આ ફોટો ઘરના સભ્યોને માનસિક શાંતિ અને ધ્યાનનો વિકાસ આપે છે. જો કે, આ પ્રકારનું ચિત્ર ત્યારે જ મૂકવું જોઈએ જો તમને ધ્યાન અને મુક્તિ જોઈતી હોય.

error: Content is protected !!