ગુરુવારના દિવસે આ લોકોએ ખાસ વ્રત કરવું જોઈએ, માનસિક શાંતિ અને પૈસાની શાંતિ થશે.

સનાતન ધર્મમાં અઠવાડિયાના બધા દિવસને ધાર્મિકતા સાથે જોડવામાં આવ્યા છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી કે દેવતાને સમર્પિત છે. એવી જ રીતે ગુરુવારનો દિવસ ઘણી બધી રીતે ખાસ હોય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો હોય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારની મુશ્કેલીઓ અને દુખથી રાહત મળે છે. નસીબ સાથ ના આપતું હોય કે પછી આર્થિક સંકટ હોય ગુરુવારના દિવસે વ્રત કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. પણ તમને જણાવી દઈએ કે ગુરુવારના દિવસે આ વ્રત કોને કોને કરવું જોઈએ.

આ લોકોએ કરવું જોઈએ ગુરુવારના દિવસે વ્રત.

1. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળી સ્થિતિમાં હોય તેમણે ગુરુવારનું વ્રત કરવું જોઈએ. વ્રત કરવાથી ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને આ સાથે જ જીવનમાં સફળતા પણ મળે છે.

2. આ સિવાય ધન કે મીન રાશિના જાતક જો આ વ્રત કરે છે તો તેમને પણ આ વ્રતનો લાભ થશે. આ વ્રત કરવાથી પરણિત કપલનું જીવન સુખી રહે છે અને તેમને જીવનમાં સફળતા મળે છે.

3. ઘણા લોકો એવા હશે જેમને લગ્ન કરવા હશે પણ ઘણીવાર કોઈને કોઈ કારણે તેમના લગ્નમાં ઘણી બાધા આવતી હોય છે. તો જેમના લગ્નમાં કોઈને કોઈ બાધા આવી રહી છે તો તમારે ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. આમ કરવાથી લગ્ન બહુ જલ્દી થઈ જતાં હોય છે. લગ્ન જીવન ખુશીથી પસાર થાય છે.

4. ઘણા લોકો હશે જેમણે ઘણી નોકરી અને વેપાર ટ્રાય કર્યો હશે પણ તેમાં તેમને સફળતા મળતી નથી. તો આવા લોકો કે જેમને વારંવાર અસફળ થવું પડે છે અથવા ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી તો તેમણે ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે આ લોકોએ ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી વ્રત કરવું જોઈએ.

5. ઘણા લોકો હશે જે પોતાની અમુક આદત છોડવા માંગતા હોય છે અને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તે આદત છૂટતી નથી તો ગુરુવારનું વ્રત કરીને તમે જલ્દી જ વ્યસનથી છુટકારો મેળવી શકશો.

ગુરુવારના દિવસે વ્રત કરો તો ખાસ ધ્યાન રાખો આ વાતનું.

1. ગુરુવારના દિવસે પીળા રંગના જ કપડાં પહેરો. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પ્રિય હોય છે. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે.

2. ગુરુવારના દિવસે જો તમે વ્રત કરો છો તો આ દિવસે તમારે વાળ ધોવાના નથી આ સાથે જ પ્રયત્ન કરો કે સાબુ કે શેમ્પૂનો ઉપયોગ પણ ના કરો.

3. જો તમારા પૈસા અટકેલા છે તો તમારે ગુરુવારના દિવસે કાળી ગાયને પીળી વસ્તુ ખવડાવવી જોઈએ. તમે મીઠાઇ કે ખમણ કે પછી દાળ-ભાત ખવડાવી શકો છો.

4. ગુરુવારના દિવસે નાહવાના પાણીમાં સાત ચપટી હળદર મિક્સ કરવી જોઈએ. પછી આ પાણીથી નાહવું જોઈએ. આમ કરવાથી તમારા બગડતા કામ બનવા લાગે છે. તમારી સફળતામાં આવનાર દરેક બાધાઓ દૂર થાય છે.

5. ગુરુવારના દિવસે પૂજામાં ચણાની દાળનો પ્રયોગ કરો એટલે આ દિવસે ચણાની દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેમ કરવાથી પૈસા સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે.

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

error: Content is protected !!