શિયાળુ ગુંદરપાક – અડદિયા ખાવા પસંદ નથી તો આ વસાણું બનાવો.

કેમ છો મિત્રો? જય જલારામ. શિયાળો શરુ થઇ ગયો છે તો તમે પણ અડદિયા અને બીજા અનેક વસાણા બનાવવા માટેની રેસિપી શોધી રહ્યા હશો તો આજે આપણે બનાવીશું શિયાળુ ગુંદર પાક. આ શિયાળામાં ખાવું ખૂબ લાભદાયી છે. મેથી કે અડદિયા પાક ના પસંદ હોય તો ગુંદર પાક બનાવી શકાય છે. તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ. જે મહિલા મિત્ર સંતાન પ્રાપ્તિ માટેની આશા રાખી રહી છે તેમણે આ પાક જરૂર ખાવો જોઈએ. તો મારી આ રેસિપી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. અંતમાં આપેલ વિડિઓ રેસિપી જોવાનું ચુકતા નહિ અને હા મારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.)

  • ઘી
  • ગોળ
  • સૂંઠ પાવડર
  • ગંઠોડા પાવડર
  • મગજતરી ના બી
  • ગુંદર નો પાવડર
  • કાજુનો પાઉડર
  • બદામનો પાઉડર
  • પિસ્તાનો પાઉડર
  • કોપરાનું છીણ

રીત-

1- સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈશું. તેમાં આપણે સવા સો ગ્રામ ઘી નાખીશું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 150 ગ્રામ જેટલો ગોળ નાખીશું.

2- આપણે ગોળ ને બરાબર ઓગાળી લઈશું.ગેસ ને ધીમા તાપે રાખીશું. આપણે આ ગુંદરપાક બનાવતી વખતે કોઈપણ લોટનો ઉપયોગ નથી કરતા. આપણો ઘી અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ.

3- હવે આપણે બે થી ત્રણ ચમચી સુઠ પાવડર નાખી શું. હવે તેમાં બે ચમચી ગંઠોડા પાવડર નાખીશું. અને હવે બે મોટી ચમચી મગજતરીના બી નાખીશું.

4- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે તેમાં સો ગ્રામ બદામનો ભૂકો નાખીશું. અને કાજુનો પણ સો ગ્રામ ભૂકો નાખીશું.

5- હવે આપણે ૭૦ ગ્રામ ગુંદર નો ભૂકો એડ કરીશું. હવે આપણે તેમાં 200 ગ્રામ કોપરાનું છીણ નાખી શું. અને બે ચમચી પિસ્તાનો ભૂકો નાખી શું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.

6- હવે આપણે એક પ્લેટ લઈશું. અને તેમાં થોડું તેલ નાખી ગ્રીસ કરી લઈશું. હવે આપણે તેમાં થારી લઈશું. જો તમારે ચકતાં ના પાડવા હોય તો લાડવા પણ બનાવી શકો છો.

7- હવે તેને એક પ્લેટમાં કાઢીને ધીમે ધીમે પ્રેસ કરી લઈશું. જેથી તે સેટ થઈ જાય. હવે તેની ઉપર કાજુ, બદામ, કોપરાનું છીણ નાખીશું.

8- હવે એક વાડકી પર થોડું ઘી લગાવીને ધીરે ધીરે પ્રેસ કરીશું. જેથી તે સેટ થઈ જાય. આપણા ગુંદરપાક ગરમ હોય ત્યારે જ તેને કટ કરી લઈશું.

9- હવે તેને કટ કર્યા બાદ પંદરથી વીસ મિનિટ સુધી તેને સેટ થવા મૂકી દેવાનું.

10- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો ગુંદર પાક એકદમ ટેસ્ટી હેલ્દી તૈયાર થઈ ગયો છે. તમે આ શિયાળામાં બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો.

વિડીયો રેસીપી:

error: Content is protected !!