ફ્રીઝમાં રાખવા છતાં પણ સુકાઈ જાય છે ધાણા, આવી રીતે કરો સ્ટોર ૧૫- ૨૦ સુધી રહેશે તાજા.

કોઈપણ પણ શાકના સ્વાદને વધારવો હોય તો લીલા ધાણા કરતા વધારે સારું બીજું શું હોઈ શકે છે. લીલા ધાણા ના ફક્ત ભોજનને સજાવવાનું કામ કરે છે ઉપરાંત લીલા ધાણાથી સ્વાદ પણ લાજવાબ થઈ જાય છે. પરંતુ મોટાભાગના લોકોની આ જ ફરિયાદ રહે છે કે, લીલા ધાણાને કોઈપણ રીતે રાખવામાં આવે પરંતુ તે બે- ત્રણ દિવસ પછી લીલા ધાણા સુકાવા લાગે છે.

અહીંયા સુધી કે, તે સડવા પણ લાગે છે. એવામાં લીલા ધાણાના પાંદડાને કોઈપણ રીતે અઠવાડિયાઓ સુધી ફ્રેશ રાખવા એ સૌથી મોટી મુશ્કેલી છે. એવામાં આજે અમે આપને કેટલાક ઉપાયો વિષે જણાવીશું જેના દ્વારા આપ લીલા ધાણાના પાંદડાને કેટલાક અઠવાડિયાઓ સુધી સુકાઈ જતા બચાવી શકો છો અને ફ્રેશ પણ રાખી શકો છો જાણીશું હવે આ સરળ ઉપાયો શું છે.

પહેલો ઉપાય:

  • લીલા ધાણાના પાંદડાને ડાળખી સહિત તોડી લો.
  • હવે પાણીની મદદથી લીલા ધાણાને ધોઈ લો અને પછી તેને કોરા કરી લો.
  • ત્યાર બાદ ટીશ્યુ પેપરની મદદથી લીલા ધાણાને સારી રીતે કોરા કરી લો, શક્ય હોય તો લીલા ધાણાને ફેલાવી દો આમ કરવાથી તેમાં રહેલ બધું પાણી સુકાઈ જશે.
  • હવે એક ગ્લાસ લો અને તેમાં થોડું પાણી ભરો.
  • હવે આ લીલા ધાણાના પાંદડાને ડાળખી સહિત આ પાણી ભરેલ ગ્લાસમાં રાખો, આપે ધ્યાન રાખવું કે, લીલા ધાણાના ડાળખી પૂરી રીતે પાણીમાં ડૂબી જશે અને ધાણાના પાંદડા પાણીથી બહાર રહે.
  • હવે એક જીપલોક બેગ લો અને આ ગ્લાસને એમાં રાખી દો.
  • આ જીપલોક બેગને બંધ કરશો નહી અને સીધે સીધી ફ્રીઝમાં રાખી દો.
  • આપને પાણી બદલવાની જરૂરિયાત છે નહી.
  • આવી રીતે આપ લીલા ધાણાના પાંદડાને બે અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો.
  • બીજો ઉપાય:

  • લીલા ધાણાને પાણીથી ધોઈ લો અને ત્યાર બાદ તેને કોરા કરી લો.
  • આપે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, લીલા ધાણાને તેના મૂળથી અલગ કરી દો.
  • જયારે લીલા ધાણા સુકાઈ જાય ત્યારે લીલા ધાણાના પાંદડાને ટીશ્યુ પેપરમાં લપેટી લો.
  • હવે ટીશ્યુ પેપરમાં લપેટવામાં આવેલ લીલા ધાણાના પાંદડાને જીપલોક બેગમાં ભરી લો.
  • આ જીપલોક બેગને સારી રીતે બંધ કરી દેવી જોઈએ.
  • ત્યાર બાદ આપે આ જીપલોક બેગને ફ્રિઝમાં રાખી દો.
  • આવી રીતે લીલા ધાણાને આપ બે થી ત્રણ અઠવાડિયાઓ સુધી એટલે કે, ૧૫ થી ૨૦ દિવસ સુધી લીલા ધાણાને ફ્રેશ રાખી શકો છો.
  • error: Content is protected !!