ગ્રહ શાંતિ કેમ છે જરૂરી? આ સરળ ઉપાયથી ઘરે જ કરો ગ્રહોની શાંતિ.

ગ્રહ શાંતિ શા માટે છે જરૂરી જાણો છો? આ સરળ ઉપાયથી ઘરે જ કરો ગ્રહોને શાંત

આપણા ધર્મ ગ્રંથોમાં અનેક મંત્રોનું વર્ણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ છે ગ્રહ શાંતિ મંત્ર. ગ્રહ શાંતિ એક ખાસ અને શાસ્ત્રોક્ત વિધિ છે જે ખૂબ મહત્વ ધરાવે છે. એટલે જ તો કોઈપણ ધાર્મિક કાર્યમાં નવગ્રહને સ્થાન આપવામાં આવે છે અને લગ્ન પહેલા પણ ગ્રહ શાંતિ નામની વિધિ કરવામાં આવે છે.

કોઈપણ પૂજામાં નવગ્રહની પણ પૂજા અને શાંતિ પાઠ કરવામાં આવે છે. જો કે આ વિધિ તો ક્યારેક જ થતી હોય છે. આ સિવાય રોજીંદા જીવનમાં પણ નવગ્રહ શાંતિ સરળતાથી કરી શકાય છે અને તેનું શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે મંત્ર જાપ અને અન્ય કેટલાક ઉપાયો અહીં જણાવવામાં આવ્યા છે.

આ નવગ્રહ શાંતિ માટે ઘરના મંદિરમાં નવગ્રહની મૂર્તિ રાખવી અને રુદ્રાક્ષની માળાથી મંત્રનો જાપ કરવો. શક્ય હોય તો આ મંત્રની પાંચ માળા કરવી અથવા તો નિયમિત એક માળા તો અચૂક કરવી.

નવ ગ્રહશાંતિ મંત્ર

  • ॐ બ્રહ્મામુરારિ ત્રિપુરાન્તકારી ભાનુ: રાશિ ભૂમિ સુતો બુધ ચ
  • ગુરુ ચ શુક્ર: શનિ રાહુ કેતવ: સર્વેગ્રહા: શાંતિ કરા: ભવન્તુ

નવગ્રહ શાંતિ માટેના સરળ ઉપાયો

  • નિયમિત કીડીને લોટ અને ખાંડ ખવડાવવા.
  • સફેદ ગાયને લોટ અને ગોળના લાડૂ ખવડાવવા
  • સફેદ વસ્ત્રમાં મીઠાઈ બાંધી દાન કરવી.
error: Content is protected !!