પગમાં ક્યારેય પણ નહી પહેરવા જોઈએ સોનાના આભુષણ, નહિતર આ દેવી થઈ જાય છે આપની પર ક્રોધિત.
આપણા હિંદુ ધર્મના રીત- રીવાજમાં કેટલીક એવી બાબતો વિષે જણાવવામાં આવી છે જેને સાંભળ્યા બાદ આપને ઝટકો પણ લાગી શકે છે. પરંતુ આ એકદમ સત્ય વાત છે આપણા હિંદુ રીત- રીવાજમાં જણાવવામાં આવ્યું છે કે, સોનાના આભૂષણોને ક્યારેય પણ નાભિની નીચે આવેલ અંગો પર પહેરવા જોઈએ નહી.
સોનાની ધાતુ માંથી બનેલ આભુષણો ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય આભૂષણો માનવામાં આવે છે અને જયારે આપ સોનાના આભૂષણોને પગમાં પહેરો છો તો આમ કરવાથી ભગવાન વિષ્ણુનું અપમાન કર્યું હોય તેવું માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ ખુબ જ જલ્દી આપની પર ક્રોધિત થઈ જાય છે.
તેમજ જો કોઈ પણ મહિલાઓ કે પછી છોકરીઓ સોનાના આભૂષણોને પગમાં પહેરી લે છે તો ભગવાન વિષ્ણુ જલ્દી જ આવી મહિલાઓ અને છોકરીઓ પર ક્રોધિત થઈ જાય છે અને આવી સ્ત્રીઓ અને છોકરીઓને પોતાના આવનાર સમયમાં ખુબ જ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સોનાનો રંગ પીળો હોય છે અને પીળા રંગનો સીધો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મી સાથે છે. જો આપ નાભિની નીચે આવેલ અંગો પર સોનાના આભૂષણો ધારણ કરો છો તો આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીનું આપના દ્વારા અપમાન પણ થઈ જાય છે.
એટલા માટે આપના માટે સારું એ જ રહે છે કે, આપ સોનાની ધાતુ માંથી બનેલ આભુષણોને કમરના ઉપર આવેલ અંગો પર જ ધારણ કરો. કમરની નીચેના અંગો પર ક્યારેય પણ સોનાના આભૂષણોને ધારણ કરો નહી. આમ કરવાથી હિંદુ ધર્મના આપણા જ દેવી દેવતાઓનું અપમાન કરી દેતા હોઈએ છીએ.
આ સાથે જ આપને આવનાર ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આપને પગમાં આભૂષણો જેવા કે, સાંકળા, ઝાંઝરી, વિછીયા, વીટી, પહોચા, વગેરે વસ્તુઓ આપ ચાંદીની ધાતુ માંથી બનાવવામાં આવેલ હોય તેને આપ પગમાં પહેરી શકો છો. ચાંદીની ધાતુના આભૂષણો આપના શરીરને ઠંડક આપનાર પણ માનવામાં આવે છે.
સોનાની ધાતુને તમામ ધાતુઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તેમજ ધનની દેવી માતા લક્ષ્મીને પીળો રંગ અત્યંત પ્રિય હોય છે અને સોનાની ધાતુ પણ પીળા રંગની હોવાથી સોનાની ધાતુ માંથી બનેલ આભૂષણોને આપે ક્યારેય પણ નાભિની નીચે આવેલ અંગો પર ધારણ કરવા જોઈએ નહી. નાભિની નીચેના અંગો પર આપ ફક્ત ચાંદીની ધાતુ માંથી બનેલ આભૂષણો જ ધારણ કરી શકો છો.