ઘરની ગોઠવણમાં રાખશો આ ખાસ તકેદારી તો નહીં રહે ધનની કમી, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ.

આપણે સૌ દિવસ રાતની મહેનત અને દોડધામ એટલા માટે કરીએ છીએ કે ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ છવાયેલી રહે. પરંતુ ક્યારેય ઘરના વાસ્તુદોષના કારણે કરેલી મહેનત ફળ આપતી નથી. આવી સ્થિતીમાં જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવતો નથી અને તેના કારણે વ્યક્તિના જીવનમાં પણ હંમેશા સંઘર્ષ રહે છે.

વાસ્તુદોષ એવી સમસ્યા છે જેને પરોક્ષ રીતે જોઈ શકાતી નથી પરંતુ તેની અસરનો અનુભવ સતત થાય છે. વાસ્તુદોષ જે ઘરમાં હોય ત્યાં રહેવાથી ઘરમાં ધનનો અભાવ, પરીવારના સભ્યો વચ્ચે ક્લેશ, બીમારી જેવી તકલીફો પણ રહે છે. જો કે વાસ્તુશાસ્ત્ર વિશે વધારે જાણકારી ન હોય તે જાણી નથી શકતાં કે ઘરમાં જે તકલીફો છે તે કયા કારણોસર છે. જો કે વાસ્તુ સંબંધિત કેટલીક ભુલને સુધારી લેવામાં આવે તો દોષનો પ્રભાવ ઘટાડી શકાય છે. ચાલો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ઘરમાં શું બદલાવ કરશો કે પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય.

  • 1. સૌથી પહેલા સૂવાની દિશા પર ધ્યાન આપો. ઘરના લોકોએ એવી રીતે ક્યારેય સૂવું ન જોઈએ કે જેમાં સૂતી વખતે માથું ઉત્તર દિશા તરફ રહે.
  • 2. ઘરમાં જો કોઈ એવી વ્યક્તિ હોય જેનું સ્વાસ્થ્ય બરાબર ન રહેતું હોય તો તેના રૂમમાં ઘીનો દીવો પ્રજ્વલિત રાખવો જોઈએ. દીવાની ઉર્જા દર્દીની આસપાસની ખરાબ ઉર્જાનો નાશ કરશે.
  • 3. મુખ્ય દરવાજા પાસે કેળ, ગુલાબ, ચંપા, ચમેલી જેવા સુગંધ આપતાં ફૂલના ઝાડ અને છોડ વાવવાથી પણ લાભ થાય છે.
  • 4. ઘરમાં પૂજા કરો ત્યારે મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. આ રીતે પૂજા કરવાથી પૂજા સિદ્ધ થાય છે.
  • 5. ઓફિસ કે કાર્યસ્થળના મુખ્ય દરવાજાની ઉપરની તરફ માતા લક્ષ્મીની તસવીર અચૂક રાખવી.
  • 6. બેડરૂમમાં ક્યારેય ઝાડૂ રાખવું નહીં. આ ઉપરાંત સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડૂ પણ ન કાઢવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
  • 7. ઘરના કોઈપણ દરવાજામાંથી અવાજ ન આવવો જોઈએ. દરવાજા આવતાં-જતાં અવાજ ન થાય તે રીતે બંધ કરવા.
  • 8. પાણી પીતા હોય ત્યારે અને ભોજન ગ્રહણ કરો ત્યારે મુખ્ય પૂર્વ દિશા તરફ હોય તે વાતનું ધ્યાન રાખવું.
  • 9. ઘરમાં પાણીની વ્યવસ્થા ઉત્તર-પૂર્વ ખૂણામાં હોય તે ઉત્તમ ગણાય છે. આ વ્યવસ્થા પરીવારમાં સુખ-શાંતિ લાવે છે.
  • 10. ઘરમાં નિયમિત રીતે એકવાર સાફ-સફાઈ અચૂક કરવી.

સમાજમાં એક વર્ગ એવો છે જેમની સમસ્યા હોય છે કે તેમની કમાણી બચત તરીકે ક્યારેય ટકતી નથી. લોકો પોતાની જરૂરતો પર કાબૂ કરી અને બે પૈસા બચાવે છે પરંતુ તેવામાં એવા અણધાર્યા ખર્ચ આવી જાય છે કે તેના લીધે માંડ માંડ બચેલા નાણા એકસાથે ખર્ચાઈ જાય છે. આવી સ્થિતીમાં મોટાભાગના લોકો મિત્રો પાસેથી ઉધાર નાણા લઈ અને ગુજરાન ચલાવતાં થઈ જાય છે. આ ઘટનાક્રમ ત્યારબાદ નક્કી થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે થતી ધનહાનિનું કારણ ઘરમાં જ છુપાયેલું હોય છે.

ઘરના ઈશાન, નૈઋત્ય ખૂણા અને ઉત્તર દિશા આર્થિક સંપન્નતા માટે જવાબદાર હોય છે. આ ત્રણ દિશામાં જો કોઈ દોષ સર્જાતો હોય તો ધનની ખામી સર્જાય છે અને તે વ્યક્તિ પર કરજ વધે છે.

– ઘરના ઈશાન ખૂણાને શુભ માનવામાં આવે છે. આ ખૂણામાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી આ ખૂણાને ક્યારેય ગંદો ન રાખવો. નિયમિત ત્યાં સાફસફાઈ કરવી. આ ખૂણો દોષયુક્ત હશે તો ધનની હાનિ થવી નિશ્ચિત હશે.

– ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં પણ ભારે વસ્તુઓ ન રાખવી. આ ભાગમાં ભારે વસ્તુઓ રાખવાથી ઘરના મુખ્ય વ્યક્તિ પર કરજરૂપી ભાર વધે છે.

– ઘરમાં પાણી પહોંચતું હોય તે ટાંકી ઈશાન ખૂણામા રાખવી જોઈએ. આ વ્યવસ્થાના કારણે કરજ વધતું નથી. નૈઋત્ય ખૂણામાં પાણીની ટાંકી હોવાથી કરજ વધે છે.

– હંમેશા તિજોરી દક્ષિણ દિશામા રાખવી જેથી તે ખુલે ત્યારે ઉત્તર દિશામાં મુખ ખુલ્લું રહે. આમ કરવાથી ઘર પર ભગવાન કુબેરની કૃપાદ્રષ્ટિ રહેશે અને તિજોરીમાં પૈસા ટકશે પણ ખરા.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

error: Content is protected !!