ઘઉં ભરવામાં આ એક વાતનું ધ્યાન રાખશો તો નહિ પડે જીવાત.

આજે આપણે જોઈશું કે આખું વર્ષ ઘઉ ભરો તો આ એક વાત નું ધ્યાન રાખશો તો તમારા ઘઉં નઈ બગડે, આખા વર્ષ ઘઉં ને સાચવવા માટે તે પણ જોવાનું કે કોઈ જીવાત ના પડે, જે જીવાત પડતી હોય છે તેને કઈ રીતે બચાવા આપણા ઘઉં ને.

તેની એક સરળ રીત છે, તો ચાલો જોઈ લઈએ તેની પરફેક્ટ ટિપ્સ. મિત્રો તમારા સપોર્ટની જરૂર છે અમારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. અહીંયા ક્લિક કરીને તમે જઈ શકશો ચેનલ પર.

1- સૌથી પહેલા આપણે જે પીપ કે ડબ્બા માં ઘઉં ભરવાના હોય તે ડબ્બા ને કે પીપ ને બે દિવસ માટે તાપે તપવવું પડશે સાફ કરી ને,અને આપણી આસ પાસ કડવો લીમડો હોય છે,તેના પાન ને સુકવી લેવાના,સૂકવેલા પાન ની તમે પોટલી બનાવી શકો છો.

2- જો તમારે પોટલી ના બનાવવી હોય તો ઘઉં માં કડવા લીમડા ના પાન મિક્સ પણ કરી શકો છો.અહીંયા આપણે હાથ રૂમાલ ના ચાર નાના ભાગ કરી ને કાપી લીધા છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી પોટલી તૈયાર થઈ ગઈ છે.

3- હવે આપણે ઘઉં ને દિવેલ થી મોવાણ કરતા જઈશું. સૌથી પહેલા આપણે એ ધ્યાન રાખવાનું છે કે શરૂઆત કરીએ એટલે કે પીપ માં નીચે ઘઉં રહેવાના હોય તેમાં દિવેલ નું પ્રમાણ ઓછું લેવાનું છે,

4- અત્યાર ના ઘઉં માં કઈ વધારે કચરો આવતો નથી કે બહુ વીણવાનું પણ નથી હોતું તેમ છતાં એકવાર આપણે ઘઉં ને ચારી ને નાના ઘઉં અલગ કરી લેવાના,પછી જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે મોવાણ ની શરૂઆત કરી લેવાની.

5- ઘઉં ને હમેશા નાના વાસણ માં અને થોડા થોડા ઘઉં લઈ ને જ દિવેલ એડ કરવાનું,જેથી કરી ને ઘઉં ના દરેકે દરેકે દાણા ઉપર દિવેલ ચડી જાય,તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે ઘઉં ને મોવે છે,તમે પણ આ રીતે જ દિવેલ થી મોજો જેથી દરેકે દરેક દાણા માં દિવેલ પહોંચે.તે જલદી થી ખરાબ થાય નહી.

6- હવે જે વાસણ માં કે પિપળા માં ઘઉં ભરવાના હોય તેમાં દિવેલ થી મોએલા ઘઉં પહેલા ભરી લેવાના,પછી જે આપણે લીમડા ની પોટલી બનાવી હતી તે પોટલી ને વચ્ચે વચ્ચે મૂકતું જવાનું, જે તમે વીડિયોમાં જોઈ શકો છો, હવે થોડા થોડા ઘઉં ઉમેરતા જવાનું અને પોટલી એડ કરતા જવાનું.

7- હવે જ્યારે પીપળુ ભરાવા આવે એટલે ઉપર ઘઉં મૂકવાના હોય તેમાં થોડું દિવેલ વધારે પ્રમાણમાં ઉમેરવાનું છે,આના થી એ થશે કે ઉપર ઘઉં નાખો છો એ ધીમે ધીમે તેનું દિવેલ નીચે ઉતરતું જાય છે, જે નીચેના ઘઉં માં દિવેલ ઓછું નાખ્યું છે તે પ્રમાણસર દિવેલ પહોચી જશે.

8- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘઉં નું આખું પીપળુ ભરાય ગયું છે,આપણે જે ઘઉં ઉપર ઉમેર્યા છે તેની પર ચાર પોટલી મૂકી દઈશું,હવે આપણે પેક કરી ને મુકીશું હવે જે કટ્ટા માં આપણે ઘઉં લાવી વ્યા હોય તે જ કટ્ટા ની કોથળી ને ઉપર ઢાંકી દઈશું.

9- હવે પીપળા ને બંધ કરી દઈશું.આના થી આમાં ના ભેજ જશે ના કોઈ જીવાત જશે,તો તમે પણ આ રીતે સ્ટોર કરજો,આ કડવા લીમડા ની પોટલી થી ઘઉં આખું વર્ષ સારા રહેશે. પોટલી એકાદી ખુલી જશે ને? તો એ લોટ માં દળાય જશે તો પણ કઈ પ્રોબ્લેમ નહી થાય અને આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!