ગૌમાતા તમારા બધા દુખ કરશે દૂર, આટલી વાતો યાદ રાખશો તો ઘરમાં ક્યારેય કોઈપણ દુખી નહીં થાય.
ગાયને હિંદૂ ધર્મમાં સૌથી પવિત્ર જીવ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે એવું કહેવામાં આવે છે. ગાય માતાની પૂજા દરરોજ કરવી જોઈએ એવું ઘણા જ્ઞાની અને વિદ્વાન લોકોનું કહેવું છે. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ દિવસની શરૂઆત ગાયની પૂજા કરીને કરે છે તેના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ પ્રકારના અનેક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને કરવાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.
1. દરેક ઘરમાં દરરોજ રોટલી કે ભાખરી બનતી જ હોય છે. એવામાં આજે ઘણા ઘર છે જયા આજે પણ લોકો ગાયના ભાગની પહેલી રોટલી કે ભાખરી અલગ કરતાં હોય છે. પણ ઘણા લોકો છે જે હજી પણ ગાયની રોટલી સૌથી પહેલા અલગ કરતાં નથી. પણ ગાયની પહેલી રોટલી અલગ કાઢવી જોઈએ. ગાયને હમેશા ઘી લગાવીને જ રોટલી ખવડાવવી જોઈએ. અને ગાયને જ્યારે પણ રોટલી ખવડાવો તો તે સુકાઈ ગયેલ કે પછી વાસી ના હોવી જોઈએ. તમે જેવી ગાયની સેવા કરશો કે ભાવના રાખશો તેવું જ તમને વળતર મળશે. બીજી એક વાતનું ધ્યાન રાખજો કે ગાયને ખાધેલ વસ્તુઓ કે પછી ચાખેલ વસ્તુઓ આપવી નહીં. કશું જ ના આપી શકો તો તમે ગાયને એક રોટલી અને તેમાં ટુકડો ગોળ જરૂર આપવો.
2. આપણાં ઘરમાં આખા વર્ષ દરમિયાન ઘણી પૂજા અને પ્રસંગ કરવામાં આવતા હોય છે. એ દરમિયાન આપણે ટ્રાય કરીએ કે બને એટલું ઘર સાફ અને શુધ્ધ રહે કારણ કે ઘર શુધ્ધ હશે તો જ તમારા ઘરમાં પોઝિટીવીટી રહેશે. તો અને તો જ તમારી કરેલી પૂજા એ સફળ થશે. તમે ઘરમાં શુધ્ધિ કરવા માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. જો બની શકે અને ઘરમાં કોઈને કોઈ એલર્જી કે મુશ્કેલી ના હોય તો તમે ગૌમૂત્ર છાંટીને પણ ઘરની શુધ્ધિ કરી શકો છો.
3. ઘણા લોકોને જ્યોતિષ કહેતા હોય છે કે જાતકની કુંડળીમાં અ ગ્રહ ભારે છે કે પછી કોઈ ગ્રહ નારાજ છે. આવી ઘણી મુશ્કેલીઓ હોય છે. પણ તમને જણાવી દઉં કે ગાયની પૂજા કરવાથી નવ ગ્રહ શાંત થાય છે. ગ્રહ તો શાંત થશે જ આ સાથે તમને મનની પણ શાંતિ મળશે.
4. આજકાલના બાળકો આપણાં જેવા નથી રહ્યા, આપણે નાના હતા અને આપણાં બાળકઓ અત્યારે છે તેમાં આભ જમીનનો ફરક છે. આજકાલના બાળકઓ ખૂબ જલ્દી ગુસ્સે થઈ જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે જએ પણ ઘરમાં બાળકો ખૂબ ગુસ્સાવાળા સ્વભાવના હોય તે ઘરમાંથી નિયમિત ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવી જોઈએ. આઆમ કરવાથી બાળકનો ગુસ્સો શાંત થાય છે.
5. આજકાલ લોકોમાં મનની શાંતિની ખૂબ કમી હોય છે તો જએ પણ મિત્રો તણાવ અનુભવી રહ્યા હોય તેમણે પોતાના મનની શાંતિ માટે રજાના દિવસોમાં અને સારા પ્રસંગે ગૌશાળામાં જઈને ગાયની અને તેના બચ્ચાઓની બને એટલી વધારે સેવા કરવી જોઈએ.
6. ગાયની સેવા કરવી અને તેને ભોજન કરાવવું એ બહુ મોટું કામ છે અને તેનાથી ખૂબ પુણ્ય મળે છે પણ તમને જણાવી દઈએ કે એવી ઘણી ગાય અને બીજા પ્રાણીઓ હોય છે જે પાણીની તરસને લીધે ખૂબ હેરાન થતાં હોય છે. એમાં પણ જ્યારે ગરમીની સિઝન હોય ત્યારે તો આપણે તેમની માટે ઘરની બહાર કે પછી તમારા ફ્લેટના ગેટની બહાર પાણી પી શકે એવું કૂંડું બનાવડાવી શકો છો. આઆમ કરવાથી ગાય કે પછી બીજા પ્રાણી તરસ્યા રહેશે નહીં અને તમને આશીર્વાદ મળશે.
7. જો તમને ખબર નથી કે તમારી કુંડળીમાં કયા ગ્રહ કઈ સ્થિતિમાં છે અને કયા ગ્રહને લીધે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તો તમે આ ઉપાય કરી શકો છો. આના માટે તમારે ગાયને દરરોજ રોટલી અને ગોળ ખવડાવો. આમ કરવાથી જીવનના ઘણા દોષ દૂર થઈ જાય છે.
8. તમારા ઘરમાં તમને સતત કોઈ નેગેટિવિટી અનુભવી રહ્યા છો અને તમને ઘરમાં સતત કોઈને કોઈ ભાર લાગે છે તો તમે ઘરમાં અઠવાડિયાના કોઈપણ સારા દિવસે સાફ સફાઇ કરીને ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી ઘરની શુધ્ધિ થઈ જશે અને ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થઈ જશે.