ઉનાળામાં વજન ઘટાડવા માટે આ છે સૌથી સરળ અને અસરકારક ઉપાય.

ગરમીમાં તાપમાન વધવાની સાથે સૂર્યના તેજ કિરણો આપણા શરીરની તમામ એનર્જી શાષી લે છે અને પછી સુસ્તી મહેસૂસ થાય છે, જેના કારણે લોકો જીમમાં જઈને પરસેવો પાડવાનું પસંદ નથી કરતા. પરંતુ તેનો અર્થ એ નથી કે ગરમીના લીધે તમે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલને પણ બદલી નાંખો.

હેલ્ધી ડ્રિંક્સનું વધારે સેવન કરવું –

ગરમીમાં દરેકને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે, જે શરીરની સાથે સાથે આપણા મનને પણ રાહત આપે છે. પરંતુ કોઈ પણ પીણા પીવાની જગ્યાએ હેલ્ધી ડ્રિંક્સ પસંદ કરવું, સોડા વાળા ડ્રિંક્સ પીવાની જગ્યાએ નારિયેળ પાણી, લીંબુ પાણી અથવા છાશ પીવી. તે સિવાય તમે ઈચ્છો તો ઘરે ફ્રૂટને મિક્સ કરીને ફ્રૂટ સ્મૂદી અથવા મિલ્કશેક બનાવી શકો છો.

મસાલાવાળો ખોરાક ખાવો-

જો તમે મલાસાવાળો ખોરાક ખાવાનું પસંદ કરતા હોવ તો તે વજન ઘટાડવમાં તમારી મદદ કરી શકે છે. હકિકતમાં, હેલ્થ નિષ્ણાતોના અનુસાર, મરચામાં રહેલાં કેપ્સેસિન તત્ત્તવ જે મરચાને તીખુ બનાવે છે, તે આપણા શરીરમાં મેટાબોલિઝમને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે મસાલાવાળું ભોજન કર્યા પછી થોડીક વાર સુધી તમને ભુખ નથી લાગતી અને પેટ ભારે ભારે લાગે છે. જો કે, વધારે પડતું તીખુ અને મસાલાવાળું ન ખાવું તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

કોફી પીવી-

હેલ્થ સાથે જોડાયેલ કેટલાંક રિસર્ચ પ્રમાણે કોફીમાં રહેલાં કેફીન, આપણા શરીરમાં મેટાબોલિઝમ સ્પીડને તેજ કરે છે. તમે ઈચ્છો તો ગરમીથી બચવા માટે કોલ્ડ કોફી પી શકો છો અથવા તેના ઉપર વિપ ક્રિમ અથવા કેરેમલ ન નાંખવું તેનાથી વજન ઘટવાની જગ્યાએ વધી જશે. દિવસમાં એક કપ કરતા વધારે કોફી ન પીવી.

પ્લાન કરીને ખાવું-

તમારી ડેલી ડાયટમાં સિઝનલ ફ્રૂટ અને શાકભાજી સામેલ કરવા કેમ કે, સિઝનલ પ્રમાણે આવતા ફ્રૂટ ખાસ કારણના લીધે તે સિઝનમાં આવે છે. જો તમે સિઝનલ ફ્રૂટનું સેવન ન કરતા હોવ તો તેનાથી તમારા શરીરને ફાયદા નથી મળતા. દરરોજ દિવસમા ડાયટ પ્લાન બનાવો અને તેના પ્રમાણે હેલ્ધી ફૂડ પસંદ કરવા.

હેલ્ધી જ્યૂસ પીવો-

ગરમીથી બચવા માટે અને વજન ઘટાડવા માટે સૌથી સરળ ઉપાય છે ફ્રેશ જ્યૂસ. ફ્રેશ જ્યૂસમાં ભરપૂર પ્રમાણમા વિટામિન અને મિનરલ્સ હોય છે જે એક હેલ્ધી બોડી માટે બહુ જરૂરી છે. તેવામાં અનહેલ્ધી અથવા ડબ્બામાંબધ જ્યૂસ પીવાની જગ્યાએ ઘરે જ ફ્રેશ ફ્રૂટ જ્યૂસ બનાવીને પીવો.

ભુખ્યા ન રહેવું-

ભુખ્યા રહેવાથી તમારુ વજન ઘટવાની જગ્યાએ વધશે. આવું એટલા માટે કેમ કે, ભુખ્યા રહ્યા પછી જ્યારે તમે ખાવાનું ખાશો ત્યારે તમારા શરીરમાં તે સમયે ફેટ અને કાર્બોહાઈડ્રેટ જમા થઈ જાય છે જેના લીધે તમારું વજન વધી જાય છે. નિયમિત અંતરાલ પર ભોજન કરવાથી શરીરને ભુખ્યું ન રાખવું.

શરીરને હાઈડ્રેટ રાખે છે-

ગરમીની સિઝનમાં તમારું શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. તેથી ગરમીની સિઝનમાં વઘારે પ્રમાણમા પાણી પીવું. જો કે, તમે એ જાણકારી હોવી જોઈએ કે તમારા શરીરમાં પાણીની કેટલું જરૂરી છે કેમ કે, વધારે પાણી પીવાથી શરીરમાં વોટર રિટેંશન થઈ શકે છે, જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરી શકે છે.

બોડીને એક્ટિવ રાખે-

ભલે તમે ગમે તેટલા થાકેલા હોય અથવા સુસ્તી મહેસૂસ થતી હોય તો પોતાના ફિટનેસ શિડ્યૂલ જરૂરથી ફોલો કરો. જો ગરમીના કારણે બહાર ન નીકળી શકતા હોય તો ઘરની અંદર કેટલીંક એક્ટિવિટી કરી શરીરને સક્રિય રાખી શકો છો. સવામાં સવાર યોગ કરવા અને જો ગરમીની જગ્યાએ વર્કઆઉટ ન કરી શકતા હોવ તો વોકિંગ અથવા જોગિંગ કરવું.

error: Content is protected !!