બુધવારના દિવસે કરો આ ઉપાય, દરિદ્રતા રહેશે તમારાથી દૂર.

હિન્દુ ધર્મમાં દરેક દિવસનું કોઈને કોઈ રીતે મહત્વ છે. અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી કે દેવતાને સમર્પિત હોય છે. બુધવારનો દિવસ ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. કહેવાય છે કે ભગવાન ગણપતિ એ પ્રથમ પૂજ્ય દેવ છે. કોઈપણ શુભ કામ કરતાં પહેલા મંગલકર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે.

ધર્મ શાસ્ત્ર પ્રમાણે જે જગ્યાએ ગણપતિ બાપ્પાનો વાસ હોય છે ત્યાં હમેશા રિધ્ધિ-સિધ્ધી, શુભ-લાભ અને માતા લક્ષ્મીની પણ હાજરી હોય છે. બુધવારના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી બુધ્ધિ તેજ બને છે. આ સિવાય બુધવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી ગણપતિ બાપ્પાની કૃપયા બનેલી રહે છે. ચાલો તમને જણાવી દઈએ કે બુધવારે શું ઉપાય કરવા જોઈએ.

– ગણપતિ બાપ્પાને લીલો રંગ ખૂબ પસંદ હોય છે. એવામાં જો તમારો બુધ નબળો છે તો હમેશા તમારી પાસે લીલા રંગનો રૂમાલ રાખો. આ સાથે બુધવારના દિવસે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને લીલા મગ કે લીલી દાળ અથવા તો લીલા કપડાં દાન કરો. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા ખૂબ શુભ મનાય છે.

– ગણપતિ બાપ્પાની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે પૂજા કરવાના સમયએ ભગવાન ગણપતિ બાપ્પાના માથે સિંદુર લગાવી તિલક કરો. આ પછી તમારા માથા પર પણ સિંદુર લગાવો. આમ કારવાથી તમને તમારા બધા જ કામમાં સફળતા મળશે.

– ભગવાન ગણપતિ બાપ્પાને મોદક ખૂબ પસંદ છે આ વાત તો બધા જ જાણે છે. એટલે તેમની પૂજામાં કરો તો પ્રસાદમાં મોદક જરૂર ધરાવવો. જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ છે તો બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા દરમિયાન તેમને લાડુ અથવા મોદક ધરાવો.

– ગણપતિને દૂર્વા પણ ખૂબ પ્રિય છે. એવામાં દરેક બુધવારના દિવસે 21 દૂર્વા ગણપતિ બાપ્પાને જરૂર અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. શારીરિક તકલીફ હમેશા માટે દૂર થઈ જશે. ગણપતિ બાપ્પાની કૃપા હમેશા તમારા પર બની રહેશે.

error: Content is protected !!