આ થાળીઓનો ટેસ્ટ કરવાનું ભૂલવું નહી, જેને ખત્મ કરી દેવા પર આપવામાં આવે છે ઈનામ.

ભારત એક વિશાળ દેશ છે. દેશના તમામ રાજ્યોની પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં મળનાર ભોજન પણ વિભિન્નતાથી ભરપુર હોય છે. જો આપ પણ ભોજન કરવાના શોખીન છો તો આજે અમે આપને કેટલીક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે આપના માટે ખુબ જ કામમાં આવી શકે છે.

આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ દેશની સૌથી મોટી થાળીઓ વિષે, જેમાં અલગ અલગ પ્રકારના મિષ્ટાન્ન હોય છે. થાળીનું કદ એટલું મોટું હોય છે કે, એક વ્યક્તિ સરળતાથી તેને ખાઈ પણ ના શકે. આજે અમે આપને કેટલીક આવી જ થાળીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સ્વાદ દરેક વ્યક્તિને લેવાની ઈચ્છા જરૂર થશે.

ખલીબલી થાળી (દિલ્લી)

દિલ્લીમાં મળનાર આ થાળીને દેશની સૌથી મોટી થાળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ૫૬ ઈંચની આ થાળીને આપ ચાર વ્યક્તિઓની સાથે મળીને ખાઈ શકો છો. આ થાળીનું વજન ચાર કિલો હોય છે અને તેને ટેબલ સુધી લાવવા માટે બે વેઈટરની જરૂર પડે છે. દિલ્લીના કનોટ પ્લેસ સાથે જોડાયેલ આ રેસ્ટોરન્ટમાં આપ કિચનમાં જઇને ખાઈ શકો છો. આ થાળીમાં આપને વેજ અને નોન વેજ બંને આઈટમ મળે છે.

કુંભકર્ણ થાળી, જુનાગઢ (ગુજરાત)

ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરની કુંભકર્ણ થાળી તેના આસપાસના વિસ્તારમાં ખુબ જ પ્રસિદ્ધ છે. જયારે પણ લોકો જુનાગઢમાં આવે છે ત્યારે તેઓ જરૂરથી જુનાગઢ શહેરની પટેલ રેસ્ટોરન્ટની મુલાકાત લેવા આવે છે. જુનાગઢ શહેરની કુંભકર્ણ થાળીમાં ચારથી પાંચ વ્યક્તિને એકસાથે તૃપ્ત કરી શકે એટલું ભોજન હોય છે. એના સિવાય જો કોઈ એક વ્યક્તિ દ્વારા આખી થાળી પૂરી કરી દેવામાં આવે છે તો હોટલ માલિક તરફથી ૧૧ હજારનું ઈનામ આપવામાં આવે છે.

ગુજરાતી થાળી, વિશાલા- અમદાવાદ (ગુજરાત)

અમદાવાદ શહેરની વિશાલા રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી ખુબ જ પ્રસિદ્ધ છે. પારંપરિક રીતે ડીઝાઇન કરવામાં આવેલ વર્ષો જૂની રેસ્ટોરન્ટ વિશાલા એક થીમ રેસ્ટોરન્ટ છે. જ્યાં પરંપરાગત રીતે આ ગામડાના ભોજનનો અનુભવ મળે છે. આ થાળીમાં કેટલાક પ્રકારના વ્યંજન આવે છે. આ થાળીમાં શીતલ પેય, ફરસાણ, સલાડ, દાળ અને શાક સહિત સ્વાદિષ્ટ વ્યંજન પીરસવામાં આવે છે.

આ થાળીની પારંપરિક સજાવટ પણ આકર્ષક છે. એના સિવાય, રેસ્ટોરન્ટના વાસણ, ટેબલ અને બેસવાની વ્યવસ્થાને પણ પારંપરિક રીતે ગામડાનો અનુભવ આપવા માટે ડીઝાઇન કરવામાં આવ્યા છે. આ થાળીની કિમત ૧ હજાર રૂપિયા છે. આ રેસ્ટોરન્ટમાં ઇન્દિરા ગાંધી, અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, અટલ બિહારી બાજપેયી, સચિન તેંડુલકર વગેરે સેલેબ્સ ભોજન કરવા માટે આવી ગયા છે.

રાજસ્થાની ડીશ, જયપુર (રાજસ્થાન):

રાજાઓની ભૂમિ રાજસ્થાનનું ભોજન પણ ખુબ જ પ્રસિદ્ધ છે. જયપુરની ચૌકીધાનીમાં આવેલ ચૌપાલમાં રાજસ્થાની થાળીમાં રોટીની સાથે દાલબાટી ચુરમા, ઘી રોટીની સાથે ચાર પ્રકારની ચટણી અને રાજસ્થાની ફરસાણ પણ આપવામાં આવે છે.

દારાસિંહ થાળી, મુંબઈ (મહારાષ્ટ્ર):

મુંબઈની મસાલેદાર મિની પંજાબ નામના રેસ્ટોરન્ટમાં મળનાર થાળીને દુનિયાની સૌથી મોટી નોન વેજ થાળીની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. આ થાળીને જમતા પહેલા સ્ટાર્ટર તરીકે પાણીપુરી આપવામાં આવે છે. થાળીમાં કેટલાક પ્રકારની નોન વેજ આઈટમ આપવામાં આવે છે. એના સિવાય ત્રણ પ્રકારની રોટલી, છ પ્રકારની મીઠાઈ, નોન વેજ દાળ, બે પ્રકારના રાઈસ, ચીકન પીસ, ફીશ પીસ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે. જે નોન વેજનું સેવન કરે છે તેઓને આંગળીઓ ચાટવા પર મજબુર કરી દે છે.

error: Content is protected !!