ફણગાવેલા મગનો હેલ્થી નાસ્તો

આજે આપણે ફણગાવેલા મગ નો હેલ્થી નાસ્તો બનાવીશું.આ વિટામિન થી ભરપુર અને એકદમ હેલ્ધી છે.તો આ એકવાર ઘરે બનાવી ને જરૂર થી ટ્રાય કરજો.તો આ વીડિયો ને અંત સુધી ચોક્કસથી જોજો. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • મગ
  • જીરું
  • તેલ
  • લસણ
  • હીંગ
  • હળદર
  • ગરમ મસાલો
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • મીઠું
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા આપણે ૨૦૦ ગ્રામ મગ લઈ લઈશું. હવે તેની ઉગાડવાની પ્રોસેસ કરીશું. પહેલા આપણે મગ ને પલાળી દઈશું. ત્યારબાદ બીજા દિવસે મગ ને એક નેપકીન માં કાઢી લઈશું.

2- હવે બધા મગ આ રીતે કાઢી લઈશું. હવે તેની એક પોટલી વારી દઈશું. હવે તેને ઢાંકીને ફીટ કરી કાણા વાળા વાડકા માં મૂકી દઈશું. હવે આને એક નાઇટ સુધી આવું ને આવું રહેવા દઈશું જે તમે વિડિયો માં જોઈ શકો છો.

3- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણે જે મગ ઢાંકી ને રાખ્યા હતા તે મગ એકદમ સરસ ઉગી ગયા છે. હવે આને કાણા વાળા વાડકા માં કાઢી લઈશું.

4- આમાં થી થોડી સ્મેલ આવતી હોય છે. એટલે તેને છુટા પાણી માં ધોઈ લઈશું. હવે આને આપણે વઘારી લઈશું. હવે એક કડાઈમાં એક મોટી ચમચી તેલ લઈશું. હવે તેમાં અડધી ચમચી જીરૂ નાખીશું.

5- હવે ત્રણ થી ચાર કડી લસણ વાટી લીધું છે તે એડ કરીશું. હવે લસણ ને થોડું સાંતળી લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમારે નઈ નાખવાનું. હવે ચપટી હીંગ નાખીશું. હવે તેમાં આપણે મગ નાખી દઈશું.

6- હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. હવે તેમાં એક ચમચી હળદર નાખીશું. ત્યારબાદ એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. હવે એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.

7- હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે બે ચમચી જેટલું પાણી એડ કરીશું. આને હવે ત્રણ થી ચાર મિનિટ ઢાંકી ને કુક કરી લઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા મગ ચડી ગયા છે.

8- આ મગ ને વધારે નથી ચડવા દેવાના આ નાસ્તા માં ખાવા ના છે તો થોડા કાચા હશે તો સારા લાગશે. હવે થોડી કોથમીર નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું.તમે તેલ ઓછું પણ લઈ શકો છો.

9- આ સ્ટેજ પર ઘણા લીંબુ અને ખાંડ નાખતા હોય છે. જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ હેલ્ધી મગ ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!