ક્રિમ કે અન્ય વસ્તુ વિના ચહેરો ચમકશે નેચરલ ગ્લોથી જો ફોલો કરશો આ ખાસ ચાર્ટ

યુવક હોય કે યુવતી આજના સમયમાં દરેક સુંદર દેખાવું ગમે છે. ફેશનેબલ કપડા પહેરવાથી લઈ મેકઅપ અને અન્ય બ્યુટી ટ્રીટમેન્ટ પણ ઘણા લોકો હોંશે હોંશે કરાવતાં હોય છે. પરંતુ આ તમામ વસ્તુઓની અસર થોડા સમય માટે જ રહે છે.

થોડા સમય બાદ ત્વચા પરથી તેની અસર દૂર થઈ જાય છે. પરંતુ જો તમને એવો કોઈ ઉપાય મળે કે જેની અસર કાયમ માટે તમારી ત્વચા પર રહે તો? તો ચોક્કસથી તમે આ ઉપાય એકવાર અજમાવશો તો ખરાં જ.

ના અહિયાં તમને કોઈ મોંઘી મોંઘી પ્રોડક્ટ વાપરવા કે તેના પર ખર્ચ કરવાની માહિતી નથી જણાવી રહ્યા પણ અહિયાં અમે તમને સ્કીનને એકદમ સસ્તી રીતે અને અસરકારક રીતે હેલ્થી રાખવાના ઉપાય લાવ્યા છે.

ત્વચાને કાયમ માટે યુવાન અને ચમકદાર બનાવી રાખવા માટે સૌંદર્ય પ્રસાધનો પર જ ભરોસો ન રાખવો જોઈએ. કુદરતી સૌંદર્ય વધારવા માટે શરીરને અંદરની સુંદરતાને બહાર લાવવી જોઈએ. કુદરતી સૌંદર્ય વધારવા માટે તમારે નીચે આપેલા ચાર્ટને ફોલો કરવાનો છે.

– સવારે છ વાગ્યે ગરમ પાણીમાં અડધુ લીંબુ ઉમેરીને પીવું. જો લીંબુ માફક ન આવતું હોય તો 1 કપ પાણીમાં 2 ચમચી એલોવેરા જ્યૂસ ઉમેરીને પી લેવું.

– સવારે 6:45 થી 7 કલાક સુધીમાં નાસ્તો કરી લેવો. નાસ્તામાં 1 કપ દૂધ સાથે 1 કપ પાકુ પપૈયુ ખાવું. આ ઉપરાંત 4 પલાળેલી બદામ પણ ભુલ્યા વિના ખાઈ લેવી. આ નાસ્તાના વિકલ્પમાં 1 રોટલી, 1 કપ ગ્રીન ટી પણ લઈ શકાય છે.

– સવારના નાસ્તા બાદ 9:30થી 10 વાગ્યા સુધીમાં 1 કાકડી અને એક ગ્લાસ કોઈપણ ફળનો જ્યૂસ પીવો.

– નાસ્તો કર્યા બાદ બપોરનું ભોજન 12:30 થી 1 કલાક સુધીમાં કરી લેવું. બપોરના ભોજનમાં 4 રોટલી, શાક, 1 વાટકી દાળ, 1 નાની વાટકી ભાત અને 1 ગ્લાસ છાશ પીવી.

– ચા સાથે મોટાભાગના લોકોને સાંજે નાસ્તો કરવાની આદત હોય છે. બપોરના સમયે દૂધવાળી ચા પીવાને બદલે 1 કપ ગ્રીન ટી અથવા ફ્રૂટ જ્યૂસ પીવાની આદત રાખવી. આ સમયે નાસ્તો કરવાનું ટાળવું

– રાતનું ભોજન નિયમિત રીતે 7 કલાકથી 7:30 સુધીમાં કરી લેવું જોઈએ. રાતના ભોજનમાં 1 ભાખરી, શાક, ખીચડી જેવો હળવો ખોરાક લેવો.

– જમ્યા બાદ રાતે 10 વાગ્યા સુધી પથારીમાં આડા ન પડવું જેથી ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય.

error: Content is protected !!