LCD ટીવીમાં થયો બ્લાસ્ટ, દીવાલ પણ તૂટી ગઈ અને એક યુવકનું થઈ ગયું મૃત્યુ.

સોશિયલ મીડિયા પર અને ન્યૂઝમાં તમે ઘણીવાર મોબાઈલ ફાટવાની ઘટના તો જોઈ અને સાંભળી હશે. પણ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લોકોમાં એ સમયએ ખૂબ હોહા થઈ ગઈ જ્યારે એક LCD ટીવી ફાટ્યું. આ ધમાકો એટલો જોરદાર હતો કે રૂમની દીવાલો, ત્યાં રહેલ સોફઓ અને બીજો બધો સામાન ખૂબ જ ઉથલપાથલ થઈ ગયો. સૌથી ખતરનાક વાત એ હતું કે ટીવી જોઈ રહેલ એક 16 વર્ષનો યુવક આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે. તો બીજા બે લોકોની હાલત હજી ગંભીર છે.

વાત એમ હતી કે એક 16 વર્ષના એક યુવકને સોમવારએ કૂતરું કરડ્યું હતું. એવામાં તેનો મિત્ર તેને દિલ્હી GTB દવાખાનામાં ઇન્જેકશન અપાવવા લઈ ગયો હતો. ઘરે પાછા આવ્યા પછી બંને મિત્રો રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. થોડીવાર પછી યુવકણી માતા રૂમમાં આવે છે અને કશુંક કામ કરવા લાગે છે.

આ દરમિયાન અચાનક ટીવીમાં એક જોરદાર વિસ્ફોટ થાય છે. તેનો અવાજ 200 મીટર સુધી સંભળાય છે. વિસ્ફોટ થવાથી રૂમની દીવાલમાં તિરાડ પડી જાય છે. આખો રૂમ ધુમાડાથી ભરાઈ જાય છે. આ વિસ્ફોટનો અવાજ સાંભળીને મોટા ભાઈ અને ભાભી ત્યાં આવી જાય છે.

તેઓ જુએ છે કે કરણ, ઓમવતી અને ઓમેન્દ્ર એ ઘાયલ થયેલ ત્યાં પડેલ છે. તેઓ ત્રણેને તરત જ દિલ્હી દવાખાનમાં લઈ જવામાં આવે છે. અહિયાં ડૉક્ટર અમરેન્દ્રને મૃત જાહેર કરે છે. તો બીજી બાજુ માતા અને દીકરાની હાલત ખૂબ નાજુક છે.

આ બાબતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી જાય છે અને તપાસ કરે છે પછી ફાયર વિભાગ ટીમ પણ ત્યાં તપાસ કરવા આવે છે. સ્થાનિકનું કહેવું છે કે એરિયામાં અવારનવાર વૉલ્ટેજની પ્રોબ્લેમ થાય છે. લગભગ તેના લીધે જ ટીવીમાં કોઈ મુશ્કેલી આવી ગઈ હશે અને ધમાકો થઈ ગયો.

પોલીસ અધિક્ષક જણાવે છે કે તેમણે ઓમેન્દ્રના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. ઘાયલ થયેલ સારા થાય પછી તેમનું નિવેદન લેવામાં આવશે. હમણાં પોલીસ ઘટનાને કારણને ડિટેલમાં ચેક કરી રહી છે.

બીજી બાજુ સોશિયલ મીડિયા પર આ આખી ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. અવારનવાર મોબાઈલ ફાટવાના સમાચાર આવતા રહેતા હતા પણ એવું બહુ ઓછું થાય છે જ્યારે ટીવીમાં બ્લાસ્ટ થયો હોય. જો તમારા એરિયામાં પણ વૉલ્ટેજની પ્રોબ્લેમ છે તો તરત જ વીજળી વિભાગને ફરિયાદ કરો. આવું કશું થાય ત્યારે ટીવી બંધ કરી દો. ટીવી દૂર રહીને જુઓ. સારી બ્રાન્ડનું ટીવી જ ખરીદો.

error: Content is protected !!