દૂધીનો હલવો – માવાનો ઉપયોગ કર્યા વગર, એકદમ પરફેક્ટ અને યમ્મી – Gujarati Recipe
આજે આપણે ઘર માં બધા ને ભાવે એવો દુધી નો હલવો બનાવીશું અને આ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને આપણે માવા નો ઉપયોગ કર્યા વગર અને એકદમ પરફેક્ટ બનશે અને ખાસ નાના બાળકો નો તો ફેવરીટ હોય છે અને આ તમે ઉપવાસ માં પણ ખાય શકો છો, તો ચાલો આપણે બનાવી લઈએ દુધી નો હલવો. જો તમે હજી મારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો. અહીંયા ક્લિક કરીને ચેનલની મુલાકાત જરૂર લો. ઘઉં ભરવાના બાકી હોય તો તેના માટેનો વિડિઓ પણ મારી ચેનલ પર છે.
સામગ્રી
- દુધી
- ફ્રેશ મલાઈ
- દૂધ
- ખાંડ
- ડ્રાય ફ્રુટ
રીત
1- હવે આપણે અહીંયા ૩૦૦ગ્રામ દૂધી લીધી છે તેને આપણે છોલી ને ધોઈ ને સાફ કરી લઈશું હવે તેને છીણી લઈશું હવે તેને બધી બાજુ ફેરવતા ફેરવતા છીણી લઈશું.
2- હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈ મૂકી દઈશું હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખીશું હવે તેમાં દુધી નું છીણ નાખીશું હવે દુધી ને હળવા હાથે શેકી લઈશું હવે આપણી દુધી શેકાય ગઈ છે તો તેમાં એક કપ દૂધ એડ કરીશું.
3- દૂધ નાખવાથી આપણી દુધી સરસ ચડી જશે બધું દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું,ઘણા આ સ્ટેજ પર માવો નાખતા હોય છે અહીંયા આપણે માવા જેવું જ રીઝલ્ટ મળે તેના માટે અડધી વાડકી ફ્રેશ ઘર ની મલાઈ નાખીશું.
4- હવે બધું સરસ મિક્સ કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી મલાઈ પણ સેટ થઇ ગઇ છે હવે તેમાં આપણે ખાંડ નાખીશું અહીંયા આપણે ત્રણ મોટી ચમચી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.
5- હલવા માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને શેકવાનું છે અત્યારે ઉનાળા માં ખુબ સારી અને સસ્તી મળે છે તો બાળકો દુધી નું શાક ના ખાતા હોય તો તમે આ રીતે બનાવી ને આપી શકો છો અત્યારે બહાર થી સ્વીટ લાવી ને ના ખવડાવાય જેથી આપણે ઘરે આપણા હાથે બનાવેલી મીઠાઈ ખવડાવીએ તે જ બેસ્ટ છે.
6- હવે તેમાં ડ્રાય ફ્રૂટ નાખીશું તમે તમારા ઘરે જે ડ્રાય ફ્રુટ હોય તે નાખી શકો છો.અહીંયા આપણે બે બદામ, બે કાજુ અને બે પિસ્તા લઈ લીધા છે તે એડ કરીશું.આ હલવો ગરમ ગરમ તો સારો લાગે જ છે પણ આને ઠંડો કરી ને ખાયશું તો પણ એટલો જ સારો લાગશે.
7- આ હલવો બનાવી ને ફ્રીઝ માં રાખશો તો છ થી સાત દિવસ સૂધી તમે એન્જોય કરી શકશો.જો તમારા ઘર માં ઈલાયચી પાવડર ખવાતો હોય તો તમે એ પણ નાખી શકો છો,તો આ સ્ટેજ પર તમે નાની ચમચી ઇલાયચી પાઉડર નાખી શકો છો.
8- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો હલવો એકદમ સાઈન વારો થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે.હવે ગેસ બંધ કરી દઈશું એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે.અને આપણો હલવો તૈયાર થઈ ગયો છે.
9- હવે આપણે સર્વે કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ઘર ની જ વસ્તુ માંથી બનેલી ફ્રેશ મીઠાઈ દુધી નો હલવો.તો તમે પણ તમારા ઘરે જરૂર થી ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી :