બદલાતી સિઝનમાં આવીરીતે કરો સ્કીન કેર, આ ફેસમાસ્કથી ચહેરો ખીલી ઉઠશે.

ઋતુ પરિવર્તન, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચા નિરંતર અસર પામતી રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખાય તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી અને કાળાશનો શિકાર બનવા લાગે છે. આમ, પ્રકૃતિ અનુસાર ઘરેલૂ ઉબટનનો ઉપયોગ કરીને ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવી શકાય છે.

જો કે આજકાલ અનેક લોકોની ફરિયાદ હોય છે કે, તેમની ત્વચા ખૂબ જ સૂકી પડી જાય છે. જો કે ત્વચા સૂકી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ત્વચા સૂકી થઇ જવાથી તેની બીજી અનેક ઘણી આડઅસર પણ સ્કિનને થવા લાગે છે અને તે કેટલેક અંશે નુકશાન પણ કરે છે. માટે જો તમે સૂકી ત્વચાનું સોલ્યુશન ઘરે જ લાવવા ઇચ્છતા હોવ તો આજે અમે તમને બે ફેસ માસ્ક જણાવીશું. જેને તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો અને રેગ્યુલરલી આ માસ્કનો ઉપયોગ કરીને તમે સૂકી ત્વચામાંથી રાહત પણ મેળવી શકો છો.

કુકુમ્બર માસ્ક

ઉનાળાની ઋતુમાં કાકડી એક એવી સામગ્રી છે જે ખાઓ તો પણ ઠંડક આપે અને ચહેરા પર લગાવો તો પણ ઠંડક આપે. કુકુમ્બર માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક કાકડીને ખમણી લો અને એમાં થોડું ગુલાબજળ મિક્સ કરી દો. તો તૈયાર છે કુકુમ્બર માસ્ક. આ માસ્ક બનાવતી વખતે તમારે વધારે સમય બગાડવાની જરૂર પણ રહેતી નથી. હવે આ માસ્કનો સીધો જ ઉપયોગ તમારા ચહેરા અને ગરદન પર કરો. આ માસ્કને 15 મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.

આ માસ્ક લગાવવાથી તમને ચહેરા પર ઠંડક અને ચમક બન્નેનો અહેસાસ થશે. આ માસ્કનો તમારે અઠવાડિયામાં ત્રણ વાર ઉપયોગ કરવાનો રહેશે. આ માસ્ક બનાવતી વખતે ખાસ ધ્યાન એ વાતનું રાખો કે, કાકડી તાજી હોવી જોઇએ વાસી નહિં. જો તમે ઇચ્છો તો આ પેકમાં થોડું ગ્લિસરિન પણ ઉમેરી શકો છો. તમને જણાવી દઇએ કે, ગ્લિસરિન આસપાસના વાતાવરણમાં રહેલું પાણી ત્વચાની અંદર ખેંચી એને લોક કરી દે છે. પરિણામે ત્વચા ડ્રાય થતી નથી અને નરમ તેમજ મુલાયમ જ રહે છે.

નીમ-પપૈયા માસ્ક

સૂકી ત્વચાને દૂર કરવા માટે નીમ-પપૈયા માસ્ક એક બેસ્ટ ઉપાય છે. આ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ કડવા લીમડાનો પાઉડર, અશ્વગંધા, રક્તચંદન, મંજિષ્ઠા, અર્જુન, પપૈયાનો પાવડર લો. ત્યારબાદ આ બધા જ પાવડરને મુલતાની માટીમાં મિક્સ કરો અને તેમાં ગુલાબજળ નાખી એક પેસ્ટ તૈયાર કરી લો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઇ જાય ત્યારે તેમાં છેલ્લે બે ટીપાં એરંડિયાનું તેલ નાખો. તો તૈયાર છે નીમ-પપૈયા માસ્ક.

હવે આ માસ્કને ચહેરા પર લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આ માસ્કનો ઉપયોગ તમારે અઠવાડિયામાં ચાર વાર કરવાનો રહેશે. જો તમે આ માસ્કનો રેગ્યુલરલી ઉપયોગ કરશો તો તમે તમારી સૂકી ત્વચાને બાય-બાય કહી દેશો.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

અહિયાં જણાવેલ દરેક ઉપાય અને ટીપ એ ઈન્ટરનેટ પરથી અલગ અલગ જગ્યાએ થી ભેગી કરેલ માહિતી પરથી લખેલ છે. દરેક વ્યક્તિના શરીરની રચના અને તાસીર અલગ અલગ હોય છે એવામાં દરેક વસ્તુ અને ઉપાય વ્યક્તિ પર અલગ અલગ રીતે અને સમયે અસર કરતી હોય છે. જો તમને કોઈ બીમારી કે એલર્જી છે તો અમારી સલાહ છે કે તમે કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટર કે નિષ્ણાંતની સલાહ જરૂર લો.

error: Content is protected !!