ભૂલથી પણ સવારમાં ભૂખ્યા પેટે એટલે કે ખાલી પેટે ના ખાશો આ વસ્તુઓ, થશે ખૂબ નુકશાન.
એવું માનવામાં આવે છે કે અમુક વસ્તુ હોય છે જે ખાલી પેટે ખાવાથી જ સ્વાસ્થ્યને ફાયદો થાય છે તો તેની સામે અમુક એવી પણ વસ્તુઓ છે જેને ક્યારેય ખાલી પેટે ખાવી જોઈએ નહીં. જો તમે આ વસ્તુઓ ખાલી પેટે ખાવ છો તો તમને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે. તો ચાલો આજે અમે તમને જણાવશું એવી કઈ કઈ વસ્તુઓ છે જેનું સેવન ખાલી પેટે ના કરવું જોઈએ.
સોડા : આમ પણ સોડા એ આપણાં સ્વસ્થ્ય માટે બહુ હાનિકારક છે અને જો તમે સોડા ભૂખ્યા પેટે એટલે કે ખાલી પેટે લો છો તો તે શરીર માટે ખૂબ નુકશાનકારક સાબિત થાય છે. કેમ કે સોડામાં ખૂબ જ પ્રમાણમાં કાર્બોનેટ એસિડ હોય છે, જે પેટમાં જઈને બળતરા ઉત્પન્ન કરે છે જેના લીધે આપણાં પાચનતંત્ર પર અસર થાય છે અને આપણને પેટની સમસ્યા વધી જાય છે.
કોફી : આજના સમયમાં તો લગભગ દરેકને સવારમાં ચા કે કોફી પીવાની આદત હોય છે અને મોટા ભાગના ગુજરાતીઓની સવાર જ ચા પીને શરૂ થતી હોય છે. જો તમને પણ આ આદત હોય તો આ આદત બદલી દેજો. હમેશાં થોડો નાસ્તો કરો અને પછી જ તેની પર ચા કે કોફી પીવો. ડાયરેક્ટ ચા કે કોફી પીવાથી શરીરમાં એસિડ બને છે તેનાથી પેટમાં દુખાવો થવાની શક્યતા વધી જતી હોય છે. એટલે જો નાસ્તો કરવો શક્ય નથી તો તમે પહેલા એક ગ્લાસ પાણી પી શકો છો.
ટામેટાં : સામાન્ય રીતે ટામેટાં લોકો કાચા સલાડ તરીકે ખાવા પસંદ કરતાં હોય છે પણ ટામેટાં ક્યારેય પણ ખાલી પેટે ખાવા જોઈએ નહીં. આમ કરવું એ શરીરમાં જેર બની શકે છે. ટામેટાંમાં પણ વધારે પ્રમાણમાં એસિડ હોય છે. એટલે ખાલી પેટે ટામેટાં ખાશો તો આપણાં શરીરને નુકશાન થઈ શકે છે.
દહીં: સામાન્ય રીતે દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ ક્યારેક ભૂલથી પણ ખાલી પેટ દહીંનું સેવન ન કરવું જોઈએ.
કેળા : આપણે જાણીએ છીએ કે કેળામાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી જ જ્યારે આપણે તેને ખાલી પેટ ખાઈએ છીએ, ત્યારે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા વધી જાય છે, જેનાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ શકે છે.