દેવી-દેવતાઓની પૂજા કર્યા પછી તમે કરો છો કે નહીં આરતી ? જાણો આરતી કરવાની રીત અને તેનું મહત્વ
સનાતન ધર્મમાં રોજ ઘરમાં પૂજા કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રોજ સવારે નિશ્ચિત સમય પર પોતાના આરાધ્ય દેવી-દેવતાઓની પૂજા કરવાથી ભગવાનની કૃપા ઘર ઉપર હંમેશા રહે છે. ઈશ્વરની પૂજા રોજ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ માન્યતા અનુસાર પૂજા કરવાના પણ કેટલાક નિયમો હોય છે. દરેક ઘરમાં રોજ પૂજા તો થાય છે પરંતુ મોટાભાગના લોકો પૂજા કર્યા પછી આરતી કરતા નથી. તેવામાં પૂજા નું ફળ પણ મળતું નથી. કારણ કે પૂજા આરતી કર્યા વિના અધુરી માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર પોતાના આરાધ્યદેવ સામે રોજ દીવો કરીને પૂજા કરીને આરતી પણ કરવી જોઈએ.
ઈશ્વરની પૂજામાં આરતીનું વિશેષ મહત્વ છે. પૂજા કર્યા પછી આરતી છેલ્લે કરવામાં આવે છે. તમે રોજ સવારે અને સાંજે નિયમિત રીતે નિશ્ચિત સમય પર આરતી કરી શકો છો. આરતી કરવા માટે તમે તમારી શ્રદ્ધા અનુસાર દીવા રાખી શકો છો.
એટલે કે આરતી કરવા માટે એક, પાંચ અથવા સાત વાટ નો દીવો કરી શકાય છે. તેમાં ઘી અથવા તેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. આરતી કરતી વખતે સૌથી પહેલા પોતાના આરાધ્યદેવના ચરણોમાં ચાર વખત, નાભી સુધી બે વાર અને છેલ્લે તેમના મુખ તરફ એક વખત આરતી ફેરવવી.
આરતી કરવાનો નિયમ છે કે હંમેશા ઉભા ઉભા આરતી કરવી જોઈએ. કોઈ વિશેષ પરિસ્થિતિમાં બેસીને આરતી કરી શકાય છે. જેમકે શારીરિક રીતે સક્ષમ ન હોય તો અથવા તો કોઈ બીમાર હોય ત્યારે આરતી બેસીને કરી શકાય છે પરંતુ તે સમયે પણ ભગવાનની ક્ષમા માંગી લેવી
આરતી કર્યા પછી આરતી સીધી જ અન્ય વ્યક્તિને આપવી નહીં. સૌથી પહેલા આરતી ને રાખી અને તેની ઉપરથી જલ વારવું જોઈએ. ત્યાર પછી આરતી કરનાર વ્યક્તિએ પહેલા આરતી લેવી અને પછી અન્ય લોકોને આરતી આપવી.