ધાર્મિક અનુષ્ઠાન પછી કેમ છાંટવામાં આવે છે શંખમાં રાખેલું પાણી?

ધર્મગ્રંથોએ શંખને વિજય, સુખ, સમૃદ્ધિની સાથે યશ આપનારો પણ જણાવ્યો છે. તાંત્રિક પૂજામાં દક્ષિણાવર્તી શંખનું ખાસ મહત્વ છે. અથર્વવેદના ચોથા કાંડમાં શંખમણી સુક્ત અંતર્ગત શંખનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. શંખને રક્ષક, અજ્ઞાનતા અને નિર્ધનતા દૂર કરનારો તેમજ રાક્ષસો અને ભૂત પ્રેતને દૂર કરનારો માનવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શંખનું મહત્વ છે જ પણ હવે વૈજ્ઞાનિકોએ પણ એનું મહત્વ સ્વીકારી લીધું છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે શંખનો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીના જીવાણુઓ કાં તો નષ્ટ થઈ જાય છે કા તો મૂર્છિત થઈ જાય છે. શંખ ફૂંકવાથી ફેફસા મજબૂત થાય છે અને હૃદય સંબંધિત કોઈપણ રોગ નથી થતો. જે સ્ત્રીઓને બાળક ન થતા હોય એ સ્ત્રીઓ જો નિયમિત રીતે શંખમાં ભરી રાખેલા પાણીનું સેવન કરે તો એને સંતાન પ્રાપ્તિ થવાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે.

મહાભારતમાં યુદ્ધના આરંભ, અને યુદ્ધ સમાપ્ત થવાના સમયે શંખનાદ કરવાનું વર્ણન આપણે સૌ સાંભળ્યું છે. એ સાથે જ પૂજા, આરતી, કથા, ધાર્મિક અનુષ્ઠાન વગેરેની શરૂઆત તેમજ અંતમાં પણ શંખનાદ કરવાનું વિધાન છે.

એ પાછળ ધાર્મિક આધાર તો છે જ પણ હવે તો એની સાર્થકતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થઈ ચૂકી છે. આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે કે શંખનાદના પ્રભાવથી સૂર્યના કિરણોમાં અવરોધ થાય છે. એટલે સવારે કે પછી સાંજે જ્યારે સૂર્યના કિરણો નિસ્તેજ હોય છે ત્યારે શંખનાદ કરવાનો નિયમ છે. એનાથી પર્યાવરણ શુદ્ધ રહે છે.

અથર્વવેદ અનુસાર શંખ બધા રાક્ષસોનો નાશ કરે છે અને યજુર્વેદ પ્રમાણે યુદ્ધમાં શત્રુઓનો જીવ ઊંચો કરી દેવા માટે શંખ ફૂંકનાર વ્યક્તિ જરૂરી છે. યજુર્વેદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પૂજા પાઠ દરમિયાન જે વ્યક્તિ શંખનાદ કરે છે એના બધા પાપ નષ્ટ થઈ જાય છે.

આયુર્વેદ અનુસાર શંખ ફૂંકનારને શ્વાસ સંબંધિત તેમજ ફેફસાના રોગો નથી થતા. અટકી અટકીને બોલનારા લોકો જો રોજ શંખમાં રાખેલા પાણીનું સેવમ કરે તો એને લાભ મળી શકે છે. ખરેખર તો જે લોકો અટકી અટકીને બોલતા હોય એમના માટે શંખમાં રાખેલું પાણી એક ઉત્તમ ઔષધી છે. પુરાણો અનુસાર શંખમાં પાણી ભરીને મંદિરમાં રાખવાથી અને એને ઘરની આસપાસ છાંટવાથી વાતાવરણ શુદ્ધ રહે છે.

આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે ધાર્મિક કાર્ય કર્યા પછી ત્યાં હાજર લોકો પર શંખમાં રાખેલું પાણી કેમ છાંટવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે શંખમાં ગંધક, ફોસ્ફરસ તેમજ કેલ્શિયમ જેવા પદાર્થોનું પ્રમાણ હોય છે. એટલે શંખમાં રાખેલું પાણી થોડા સમય સુધી એમાં જ રાખવામાં આવે તો પાણી રોગમુક્ત થઈ જાય છે. એ જ કારણ છે કે એ પાણી લોકોની ઉપર છાંટવામાં આવે છે.

વિડિઓ :

યુટ્યુબ ચેનલ : ધર્મ શિવા

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

error: Content is protected !!