ડિપ્રેશનમાં આવી ગઈ હતી દિપીકા પાદુકોણ, આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા
બૉલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ એ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ છે, દિપીકા આજે ઇન્ડસ્ટ્રીમાં મોટી અને સિનિયર અભિનેત્રીમાં શામેલ છે. તે પોતાના એકલાના દમ પર ફિલ્મ હિટ કરાવી શકે છે. દેશ અને દુનિયામાં તેના લાખો ચાહકો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યા પછી ક્યારેય તેણે પાછુંવાળીને જોયું નથી. તેમના અભિનયની બધા જ તારીફ કરતાં હોય છે.
પણ દિપીકા પાદુકોણ એક સમયએ ખૂબ ઊંડા વિષાદનો સામનો કરી ચૂકી છે. એટલે સુધી કે તેણે આત્મહત્યા કરવા સુધીના પણ વિચાર કરી લીધા હતા. જો કે તેની માતાએ આ સમયમાંથી તેને બહાર કાઢી હતી.
દિપીકાએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ડિપ્રેશનનો શિકાર બની હતી. એક સમયએ તેણે આત્મહત્યા કરવા વિષે પણ વિચારી લીધું હતું. અભિનેત્રીએ સાથે જણાવ્યું કે જો તેમની માતાએ તેને સાચવી ના હોત તો તેને ખબર નહોતી કે તે કઈ દશામાં હાલમાં હોત.
આ દરમિયાન જ્યારે દિપીકાને તેના માનસિક સ્વાસ્થ્ય દરમિયાન પરિવારના યોગદાન વિષે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તે ખૂબ જરૂરી છે. મારા પોતાના જીવનમાં પણ દેખભાળ રાખવાવાળાની ભૂમિકા ખૂબ ખાસ રહી છે. અભિનેત્રીએ વર્ષ 2015માં પોતાની મેન્ટલ હેલ્થ વિષે બધાને જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે તે સમયએ લગભગ એક વર્ષથી વધારે સમયથી તે તણાવમાંથી પસાર થઈ રહી હતી. એ પછી તેણે મદદ માંગી હતી. દિપીકા ફાઉન્ડેશન, Live Love Laughનો મોટિવ લોકોની મદદ કરવાની છે જે માનસિક સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા છે.
દિપીકાએ તેના બીજા એક કાર્યક્રમમાં પોતાના ડિપ્રેશન વિષે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મારા માતા પિતા બેંગલુરુમાં રહેતા હતા પણ તેઓ અવારનવાર મને મળવા આવતા હતા. હું ડિપ્રેશનમાં હોવા છતાં પણ એવું દેખાડતી હતી કે બધુ બરાબર છે. એવામાં જ્યારે તેઓ પાછા બેંગલુરુ લઈ રહ્યા હતા તો હું તૂટી ગઈ હતી.
એ દરમિયાન મમ્મીએ પૂછ્યું કે શું આ બધુ કોઈ બોયફ્રેન્ડને લીધે છે કે કામને લીધે? મારી પાસે જવાબ નહોતો કેમ કે એવું કશું જ થયું હતું નહીં. બસ મને મારી આસપાસ કાઈક કમી લાગી રહી હતી. જો કે તેઓ કશું જ કહ્યા વગર સમજી ગયા હતા. મને એવું લાગે છે કે એ સમયએ તેમને મારી પાસે ભગવાને મોકલ્યા હતા.