રોજ સ્નાન કરવાથી આપના સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન.

જો આપ એવું વિચારી રહ્યા છો કે, રોજ સ્નાન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તો આપ ખોટું વિચારી રહ્યા છો. રોજ સ્નાન કરવાથી સ્કિન ખરાબ થઈ શકે છે. સમય કરતા પહેલા આપની સ્કિન વૃદ્ધ જોવા મળી શકે છે.

દરેક વ્યક્તિ કહે છેકે, રોજ સ્નાન કરવું જોઈએ. શું સાચે જ રોજ સ્નાન કરવાથી આપનું શરીર અને સ્વચ્છ અને સ્વસ્થ રહે છે? એનો જવાબ છે નહી. આપને રોજ સ્નાન કરવાની જરૂરિયાત છે નહી. ચાલો જાણીએ કેમ?

બ્રાઈટ સાઈડના એક રીપોર્ટ મુજબ, એક્સપર્ટસ એવું માને છે કે, કોઈએ રોજ સ્નાન કરવાની જરૂરિયાત છે નહી. રોજ સ્નાન કરવાથી આપના શરીરને કોઈ ખાસ લાભ થતા હોતા નથી. એમનું આ પણ કહેવું છે કે, એક દિવસ છોડીને સ્નાન કરવાથી આપના સ્વાસ્થ્યને કેટલાક ફાયદા થઈ શકે છે.
ઇન્ફેકશનનો ખતરો ઓછો રહે છે.

જો આપ વિચારી રહ્યા છો કે, ઓછી વાર સ્નાન કરવાની તુલનામાં રોજ સ્નાન કરવાથી ફાયદા થાય છે, તો આપને જણાવી દઈએ કે, આ ઉલટું કામ કરે છે. રોજ સ્નાન કરવાથી ત્વચા પર રહેલ સુક્ષ્મજીવોનું સંતુલન બાધિત થાય છે. એનાથી શરીર સંક્રમણ પ્રત્યે વધારે સંવેદનશીલ થઈ જાય છે. પ્રતિરક્ષા પ્રણાલીને બેક્ટેરિયા અને ગંદકી સાથે કેટલીક ઉત્તેજનાની જરૂરિયાત હોય છે અને વધારે વાર સ્નાન કરવાથી પ્રતિરક્ષા પ્રણાલી અને વાયરસથી રક્ષા કરવાની ક્ષમતા નબળી થઈ શકે છે.

સમય પહેલા ત્વચા થઈ શકે છે વૃદ્ધ.

લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવાથી આરામનો અનુભવ થઈ શકે છે અને આપની ત્વચા સ્વચ્છ થઈ શકે છે પરંતુ તે સમય કરતા વહેલા વૃદ્ધત્વ લાવવામાં પણ યોગદાન કરી શકે છે. ત્વચા એક જાડી બહારના સ્તરથી ઢંકાયેલ હોય છે જે ત્વચાને જાડી અને લાંબા સમય સુધી યુવાની જાળવી રાખવા માટે નમીમાં રહે છે. ધોવા અને સ્ક્રબ કરવાથી આ સુરક્ષાત્મક સ્તર દુર થઈ શકે છે, જેનાથી આપની ત્વચામાં બળતરા, ઝુરીઓ અને શુષ્ક થઈ શકે છે.

અટકી શકે છે વાળનો વિકાસ.

વાળને રોજ ધોવાથી તેને સુસ્ત અને ચીકણા બનાવી શકે છે. જયારે આપ દરરોજ પોતાના વાળને ધોવો છો તો આપ સીબમની એક બહારના સ્તરને દુર કરી રહ્યા હોવ છો જે નુકસાનની સામે સુરક્ષા કવચનું કામ કરે છે. એનાથી આપના છિદ્ર આ પદાર્થને હજી વધારે ઉત્પાદન કરવાનું શરુ કરી દે છે, જેનાથી આપને માથામાં ખંજવાળ અને બળતરાનો અનુભવ થઈ શકે છે. છિદ્ર બંધ થઈ શકે છે. એનાથી વાળનો વિકાસ બાધિત થઈ શકે છે.

વજન વધવાનો ખતરો.

ભોજન કરી લીધા બાદ તરત જ સ્નાન કરવાથી આપનું વધારે વજન વધવાનો ખતરો રહી શકે છે. ભોજનને પચવા માટે પેટમાં યોગ્ય રક્ત પ્રવાહની જરૂરિયાત હોય છે. જયારે આપ સ્નાન કરો છો, તો એનાથી આપના શરીરનું તાપમાન નીચું થઈ જાય છે, જે આપના પાચનતંત્રને બાધિત કરે છે. નિયમિત રીતે આમ કરવાથી આપના પાચન તંત્રને નુકસાન થઈ શકે છે, જેનાથી આપનું વજન વધી શકે છે.

એલર્જી થવાનો ખતરો.

વધારે વાર સ્નાન કરવાથી આપને એલર્જી વધી શકે છે.જયારે ત્વચાના એસિડ મેંટલને નુકસાન થઈ જાય છે, તો આ બહારની ઉત્તેજનાઓ સાથે લડવાની તેમની ક્ષમતાને ઓછી કરી દે છે. ત્વચા પરથી તમામ ગંદકીને ધોવાથી પ્રતિરક્ષા પ્રણાલી નબળી થઈ જાય છે, જેનાથી એલર્જી, અસ્થમા અને અહિયાં સુધી કે, ડાયાબીટીસનું કારણ પણ બની શકે છે.

error: Content is protected !!