કોકા કોલાની આ વાત તમે નહિ જાણતા હોવ, વાંચો બીજી રહસ્યમય વાતો.

એડવેન્ચરના શોખીનો હંમેશા નવી જગ્યાઓ પર જવા માગંતા હોય છે. તેમની એવી જગ્યાઓ પસંદ આવે છે, જ્યાં તેમને નવા અનુભવ મળે. પંરતુ જો તમને કોઈ કહે તો દુનિયામાં રોમાંચથી ભરેલી એવી કટેલીક જગ્યાઓ છે, જેના વિશે તમે અનેકવાર રસપ્રદ વાતો સાંભળી હશે, પણ ત્યાં તમે ક્યારેય જઈ શકતા નથી. ત્યાં જવું પ્રતિબંધિત છે. આજે અમે તમને એવી જગ્યાઓ વિશે બતાવીશું, જ્યાં જવાની સખત મનાઈ છે.

વેટિકન સિક્રેટ આર્કાઈવ, રોમ

વેટિકન શહેરમાં આવેલી આ આર્કાઈવ હાઉસને બે દીવાલોમાં દફન કરી દેવાઈ છે. તેમાં અનેક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો રહેલા છે. આ આર્કાઈવ રોમની ઓફિશિયલ પ્રોપર્ટી છે.

ઈસા શ્રાઈન, જાપાન

જાપાન પોતાનામાં અલગ અલગ ખૂબી ધરાવે છે. જાપાનમાં આવેલ આ શ્રાઈન દેવી અમાતેરસુ-ઓમીકામીને સમર્પિત છે. માનવામાં આવે છે, આ શ્રાઈનને ત્રીજી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. તેની ઈમારત પૂરી રીતે જીર્ણશીર્ણ થઈ ગઈ છે. અહીં જવું બહુ જ રિસ્કી છે. આ જગ્યા બહુ જ જૂની થઈ ગઈ છે.

કોકા-કોલા વોલ્ટ, જ્યોર્જિયા

એટલાન્ટાના સન ટ્રસ્ટ બેંકમા કોલા ડ્રિંક બનાવવાની ફોરમ્યુલા બહુ જ વધુ સુરક્ષાની વચ્ચે રાખવામાં આવ્યુ છે. વર્ષ 1925થી તે અહીં સુરક્ષિત છે. એક આ ફોરમ્યુલાને રાખવા માટે એક આખો લોકર રૂમ લેવામાં આવ્યો છે, જેમાં કેટલાક ખાસ લોકોને જ જવાની પરમિશન છે.

સ્વૌલબાર્ડ ગ્લોબલ સીડ, નોર્વે

કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત નોર્વે મુસાફરો માટે બહુ જ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં મુસાફરો ફરવા આવે છે. આ બેંકમાં 4 હજાર વિવિધ પ્રજાતિના બીજોને 8,40,000 સેમ્પલ રાખવામાં આવ્યા છે. આ બેંક પહાડીને કાપીને બનાવવામાં આવી છે. તેનો હેતુ કોઈ ભૌગોલિક આપદા કે યુદ્ધની સ્થિતિમાં બીજોને સંરક્ષિત રાખવાનું છે.

બ્રાઝિલનો સ્નેક આઈલેન્ડ

બ્રાઝિલનો આ નાનકડો સ્નેક આઈલેન્ડ 20 લાખ સાપોનું ઘર છે. અહીં ઝેરીલા ગોલ્ડન પીટ વાઈપર સાપોની હૂકુમત ચાલે છે. આ જગ્યા પર માત્ર બ્રાઝિલના કેટલાક નેવી ઓફિસર્સ અને કેટલાક રિસર્ચર્સ જ અહીં પહોંચ્યા છે.

error: Content is protected !!