નારિયેળના તેલથી ઘરે બેઠા તૈયાર કરો આ કમાલનું શેમ્પુ, વાળને મળશે નવું જીવન, વાળ થઈ જશે કાળા, ઘાટા અને મજબુત.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમના વાળ કાળા, લાંબા અને ઘાટા હોય (hair black, thick and long) જેનાથી તે સ્ટાઈલીશ દેખાઈ શકે, પરંતુ આ ઈચ્છા દરેક વ્યક્તિની પૂરી થઈ શકતી નથી, કેટલાક લોકો ખરતા વાળથી હેરાન થતા રહે છે તો કેટલાક લોકોના વાળ સફેદ થઈ જવાની ટેન્શન સતાવ્યા કરે છે.
જો આપ પણ આવા પ્રકારની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ જાણકારી આપના માટે કામમાં આવી શકે છે. આજે અમે આપના માટે નારિયેળ તેલના ફાયદા લઈને આવ્યા છીએ, જેનાથી આપ વાળની ખાસ સંભાળ (hair care) રાખી શકો છો. નારિયેળ તેલથી બનેલ શેમ્પુ આપના વાળને નવું જીવન આપી શકે છે.
હેર એક્સપર્ટસનું કહેવું છે કે, નારિયેળ તેલ લગાવવાથી વાળને પોષણ (hair nourishment) મળે છે. નવી ચમક અને જીવન મળે છે. વાળનું રુક્ષપણું દુર થઈ જાય છે. વાળ સુલઝેલા રહે છે. ડેમેજ થયેલ વાળ જલ્દી જ રીપેર થઈ શકે છે. આ જાણકારીમાં અમે આપને નારિયેળ તેલની મદદથી તૈયાર કરવાની વિધિ અને એનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે જણાવી રહ્યા છીએ.
વાળ માટે નારિયેળ તેલથી તૈયાર કરેલ શેમ્પુ (How to prepare shampoo with coconut oil)
-નારિયેળ તેલ અને મધથી તૈયાર કરેલ શેમ્પુ.
એનાથી સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળશે અને વાળ મજબુત થશે.
નારિયેળના દૂધને મોટાભાગના લોકો કેટલીક રેસીપીમાં ઉપયોગ કરે છે. હવે આપ એને વાળમાં ઉપયોગ કરો તે પણ શેમ્પુની જેમ. નારિયેળનું તેલ જ નહી વાળને પોષણ આપવા માટે નારિયેળનું દૂધ પણ ઉત્તમ માનવામાં આવે છે.
આપને ૨ ચમચી નારિયેળનું તેલ લઈને તેમાં ૧ ચમચી નારિયેળના દુધને સારી રીતે ભેળવી લેવું જોઈએ.
હવે એમાં ગ્લિસરીન, કોઈ માઈલ્ડ લિક્વિડ સાબુના કેટલાક ટીપા ભેળવી લો. હવે એને એક બોટલમાં ભરી લો. જયારે વાળમાં આ શેમ્પુનો ઉપયોગ કરવાના છો તો સારી રીતે બોટલને હલાવીને મિક્સ કરી લો. આ શેમ્પુથી આપના વાળ કાળા અને સાઈનિંગ કરશે.
એલોવેરા જેલ અને નારિયેળ તેલની મદદથી હોમમેડ શેમ્પુ બનાવવા માટે અડધો કપ નારિયેળ તેલ લેવું. આ જ પ્રમાણમાં એલોવેરા જેલ પણ લેવું. આપે પોતાની પસંદનું એસેન્શિયલ ઓઈલના કેટલાક ટીપા ભેળવી દો. હવે એને બોટલમાં નાખીને ભરી લો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી આપ સ્વસ્થ અને જાડા વાળ મેળવી શકો છો.