અચાનક બાળક જમવાનું બંધ કરી દે છે તો તેની પાછળ આ કારણ હોઇ શકે છે.
1. બાળક બીમાર હોય : જો બાળક બીમાર થઈ જાય છે ટો ઘણીવાર તેમને ભૂખ લાગતી નથી. આ દરમિયાન તે ખૂબ ચીડયા સ્વભાવના થઈ જાય છે અને તેમને કશું ખાવાનું મન થતું નથી. એવું ત્યારે થાય છે જ્યારે પેટમાં દુખાવો, ઝાડા, માથાનો દુખાવો અને તાવ હોય. જો કે તેમની તબિયત સારી થઈ જાય પછી તેઓ સારી રીતે ખાવા લાગે છે.
2. સ્ટ્રેસ હોય : નાના બાળકોની ભૂખનું કારણ સ્ટ્રેસ પણ હોય શકે છે. જો તમારા બાળકને તેની મનપસંદ વાનગીઓ ખાવાની પણ ઈચ્છા ના થાય તો તે સ્ટ્રેસ હોવાનું પણ લક્ષણ હોઇ શકે છે. તેના સ્ટ્રેસ પાછળનું કારણ જાણવા માટે પ્રયત્ન કરો અને તે ઓછું કરવા માટે પ્રયત્ન કરો. આમ કરવાથી તેમને ભૂખ પણ લાગશે.
3. બાળકોનો વિકાસ ધીમો થવો : બાળકોના યોગ્ય વિકાસનો અભાવ પણ તેમની ભૂખ ન લાગવાનું કારણ બની શકે છે. પ્રથમ વર્ષ દરમિયાન બાળકો ઝડપથી વધે છે. આ પછી તેમનો વિકાસ થોડો ધીમો પડી જાય છે અને તેઓ ઓછું ખાવાનું શરૂ કરે છે. આ સમયે ભૂખ ન લાગવી એ ચિંતાનું કારણ નથી અને તે સંપૂર્ણપણે સામાન્ય છે.
4. દવાઓ લેવી : જો તમારા બાળકનો એંટીબાયોટિક્સનો કોઈ કોર્સ ચાલી રહ્યો છે તો તેના કારણે પણ ભૂખ ઓછી લાગતી હોય છે. આ સિવાય પણ ઘણી દવાઓ છે જે લેવાથી ભૂખ ઓછી લાગે છે.
5. પેટમાં ચરમિયા : જો બાળકના પેટમાં કીડા હોય તો તેના કારણે પણ તે ઓછું ખાવાનું પસંદ કરે છે. કૃમિ બાળકના પાચનતંત્રમાં પ્રવેશ કરે છે અને બળતરા, ભૂખ ન લાગવી અને પેટમાં રક્તસ્રાવ થઈ શકે છે. આ સ્થિતિથી પીડિત બાળકોને દવાઓ આપી શકાય છે.
6. એનીમિયા : આયરનની કમીને લીધે થતી બીમારીને એનીમિયા કહેવાય છે. આ ભૂખ ના લાગવા માંતેનું સામાન્ય કારણ હોય છે. એવામાં બાળકો આળસુ, થાકેળ અને ઇરિટેટ લાગે છે. જો આ બીમારી હોય અને તેને સમય પર સારી ના કરી શકીએ તો બાળકનો વિકાસ પ્રભાવિત થતો હોય છે.
7. કબજિયાત : જો બાળકને સમયસર ભૂખ ન લાગે તો આ કારણથી તેને કબજિયાત પણ થઈ શકે છે. આ ઘણા કારણોસર થઈ શકે છે અને તે પછી બાળક ઓછી વસ્તુઓ ખાવાનું શરૂ કરે છે કારણ કે તેને મળ પસાર કરવામાં સમસ્યા થવા લાગે છે. તેને નવી વસ્તુઓ અજમાવવાનો ડર પણ છે.