ચીઝ – હોમમેડ ચીઝ તમે ઘરે બનાવી શકો છો.

ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટાં સૌ કોઈના મોંમાં પાણી લાવી દેવા માટે પૂરતી છે. પીઝા, પરોઠા, સેન્ડવીચ, મેગી કોઈપણ વાનગીમાં જો ચીઝ ઉમેરી આપશો તો બાળકો તે પટપટ ખાઈ લેશે. જો કે ચીઝ વાનગીનો સ્વાદ પણ વધારી દે છે. ચીઝ વધારે પ્રમાણમાં ખાવાથી મેદસ્વીતા પણ વધે છે.

Sliced brie cheese with greens on black background

તેથી વધારે પ્રમાણમાં બાળકો ચીઝના ચટોરા થઈ જાય તો મમ્મીઓની ચિંતા વધી જાય છે. પરંતુ આ ચિંતાને દૂર હોમમેડ ચીઝ કરી શકે છે. જી હાં તમે બરાબર જ વાંચ્યું છે, અહીં વાત હોમમેડ ચીઝની જ થઈ રહી છે. ચીઝ પણ તમે ઘરે બનાવી શકો છો અને તે પણ માત્ર થોડી જ મિનિટોમાં. તો ચાલો ફટાફટ નોંધી લો ઘરે ચીઝ બનાવવાની રીત.

સામગ્રી

 

  • દૂધ-1 કપ,
  • મલાઈ- 1,1/2 ચમચા,
  • કોર્નફ્લોર- 2 ચમચા,
  • લીંબૂનો રસ- 1/2 ચમચી,
  • નમક- જરૂર મુજબ,
  • ઘી- 1/2 ચમચી

 

રીત

ચીઝ બનાવવા એક પેનમાં ઘી ઉમેરી ગરમ કરી તેમાં કોર્નફ્લોર અને મલાઈ ઉમેરવી.

ગેસ એકદમ સ્લો રાખવો અને મલાઈ અને કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરવા.

ત્યારબાદ તેમાં 1 કપ દૂધ, નમક અને લીંબુનો રસ ઉમેરવો.

આ તમામ સામગ્રીને ધીરે ધીરે હલાવતાં રહેવું જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય.

બધી સામગ્રી એકરસ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી રૂમ ટેમ્પરેચર પર આવે તે માટે ઠંડું થવા દેવું.

1 કલાક બાદ આ પેસ્ટને એક પ્લાસ્ટિકના એક ટાઇટ ડબ્બામાં સારી રીતે ભરી અને ફ્રીઝમાં 2 કલાક સુધી સેટ થવા મુકી રાખો. બે કલાક પછી તૈયાર થઈ જશે ટેસ્ટી ચીઝ જેનો ઉપયોગ તમે જરૂર મુજબ કરી શકો છો.

error: Content is protected !!