ચાણક્ય નીતિ : દરેક કામમાં મળી રહી છે અસફળતા? અપનાવો આ ચાર વાતો.
વિશ્વના મહાન કૂટનિતિજ્ઞ, અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, માર્ગદર્શક આચાર્ય ચાણક્યએ પોતાની ચતુર નીતિથી સિકંદરને પણ માત આપી હતી. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલ નીતિ શાસ્ત્રને ચાણક્ય નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં લખેલ બધી વાતો આજના જીવનમાં પણ ખૂબ ઉપયોગ છે.
તેમાં સુખી અને સફળ જીવન જીવવા માટેની કેટલીક ખાસ વાતો જણાવી છે. આ વાતો ધ્યાન રાખીને વ્યક્તિ પોતાનું ધારેલ દરેક લક્ષ્ય મેળવી શકે છે. કોઈપણ કામમાં તેને સફળતા મળે છે.
આચાર્ય ચાણક્યએ સફળતા મેળવવા માટે સિંહ પાસેથી આ બાબતો શીખવા જણાવ્યું છે.
ચાણક્ય નીતિમાં, જંગલના રાજા સિંહની કેટલીક વિશેષતાઓ જણાવતી વખતે આ વસ્તુઓને તમારા જીવનમાં અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
1. સિંહની જેમ હંમેશા ધ્યાન તમારા નિશાન પર રાખો. કારણ કે ધ્યાન ભટકાશે તો તક હાથમાંથી નીકળી જશે. તમે સફળ થવાનું ચૂકી જશો. તેથી તમારું ધ્યાન ભટકવા ન દો અને હંમેશા લક્ષ્ય પર કેન્દ્રિત રહો.
2. જે રીતે સિંહ તેના શિકાર પર ત્રાટકવા માટે તેની તમામ શક્તિ લગાવે છે, તેવી જ રીતે, તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી બધી શક્તિ લગાવો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો.
3. તમારી મુઠ્ઠીમાં સફળતા મેળવવા માટે ખૂબ ધીમા ન રહો. આળસુ ન બનો. સિંહ તેના શિકારને ભાગવાની કોઈ તક આપતો નથી, તેથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિલંબ કરશો નહીં.
4. હંમેશા તમારામાં વિશ્વાસ રાખો. તમારો આત્મવિશ્વાસ ઘટવા ન દો. જેમ સિંહને ખાતરી હોય છે કે તે કોઈપણ સંજોગોમાં તેનો શિકાર શોધી લેશે.