તાજગીનો અનુભવ કરવા માટે ક્યાંક આપ પણ તો નથી કરી રહ્યા આ વસ્તુઓનો ઉપયોગ, થઈ જશો કેન્સરના શિકાર

શરીર માંથી આવતી દુર્ગંધ અને પરસેવાથી બચવા માટે આપણે બધા જુદા જુદા ઉપાયો કરતા રહીએ છીએ. ઉનાળામાં અને ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભીનાશની સાથે આ સમસ્યાઓ વધારે વધી જાય હ્હે. પરસેવાના કારણે આવતી દુર્ગંધ આપને લોકોની વચ્ચે અસહજ અનુભવ કરાવી શકે છે.

આ જ કારણ છે કે, આ સમસ્યાથી બચવા માટે લોકો જુદા જુદા પ્રકારના ડીયોડ્રેંટ અને પરફ્યુમનો ઉપયોગ કરે છે. આ પ્રસાધનોનો ઉપયોગ આપને તાજગી અને ખુશ્બુદાર તો બનાવી દે છે, પણ શું આપ એનાથી થનાર નુકસાન વિષે જાણો છો? કેટલાક અધ્યયનોમાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે, ડિયોડ્રેંટ અને પરફ્યુમનો વધારે ઉપયોગ આપને કેન્સર જેવા ગંભીર રોગનો શિકાર બની શકો છો.

વ્યક્તિગત સાર- સંભાળ અને શરીરની સાફ- સફાઈ માટે પ્રયોગમાં લાવવામાં આવી રહેલ બ્રાન્ડ્સ પર કરવામાં આવેલ અધ્યયનની રીપોર્ટ મુજબ, ૧૪૦ ઉત્પાદનોના પરીક્ષણમાં 3/૪ કરતા વધારે ઝેરીલા રસાયણોના પ્રયોગ વિષે જાણવા મળી રહ્યું છે.

  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ બધા કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.
  • હવે આ અધ્યયન વિષે વિસ્તારથી જાણીશું..
  • પરફ્યુમ અને ડિયોડ્રેંટમાં હોઈ શકે છે નુકસાનકારક રસાયણ.
  • બ્રેસ્ટ કેન્સર પ્રીવેંશન પાર્ટનર્સ (બીસીપીપી) માં છાપવામાં આવેલ અધ્યયનમાં શોધકર્તાઓનું કહેવું છે કે, પરફ્યુમ બનાવવા અને એની ખુશ્બુને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે કંપનીઓ એમાં કેટલાક પ્રકારના એવા રસાયણોનો પ્રયોગ કરે છે જેના સંપર્કમાં આવ્યાથી જ આપણે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર બીમારીઓનો ખતરો થઈ શકે છે. પરફ્યુમ અને ડિયોડ્રેંટમાં કેટલાક પ્રકારના એવા સિન્થેટિક્સને પણ ભેળવવામાં આવે છે જે ત્વચાને ખુબ જ નુકસાન પહોચાડી શકે છે. હવે વિચારો જે પરફ્યુમને આપ દિવસમાં બે- ચાર વાર પ્રયોગમાં લાવી રહ્યા છો એનાથી આપને કેટલું નુકસાન થઈ રહ્યું છે.

    બીસીપીપીના પોલીસી ડાયરેક્ટર જેનેટ ન્યુડેલમૈનએ એક રીપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ પ્રકારના ઉત્પાદનોમાં ઓછામાં ઓછા ૪ હજાર પ્રકારના રસાયણોનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ આપ એને પરફ્યુમની બોટલ પર અંકિત કરેલ જોવા મળશે નહી. કંપનીઓ લોકોથી છુપાવીને રાખે છે.
    ઉત્પાદનોમાં હોઈ શકે છે એવા હાનીકારક રસાયણ.

    જાણકારોની માનીએ તો પરફ્યુમમાં ફ્થેલેટસ, મસ્ક કિટોન અને ફાર્મલડીહાઈડ જેવા રસાયણોને પ્રયોગમાં લાવવામાં આવે છે. ફ્થેલેટ્સનો ઉપયોગ કેટલાક દેશોએ પ્રતિબંધ કરી દીધો છે. એનાથી એકાગ્રતામાં સમસ્યા, મસ્તિષ્કના વિકાસ સંબંધી સમસ્યાઓની સાથે તંત્રિકા તંત્ર સાથે સંબધિત બીમારીઓ થવાનો ભય રહે છે. એના સિવાય મસ્ક કિટોન ઉતકો અને બ્રેસ્ટ મિલ્કમાં સરળતાથી ભળી જાય છે જેનાથી નવજાત બાળકને કેટલાક પ્રકારની બીમારીઓ થવાનો ખતરો રહે છે.

    ગંભીર બીમારીઓનો વધી શકે છે ખતરો.

    પરફ્યુમમાં ઉપયોગ કરવામાં આવતા રસાયણોથી હોર્મોનલ અસંતુલન અને સ્કીન એલર્જી થવી સામાન્ય છે. ત્વચા સાથે આ રસાયણો સંપર્કમાં આવતા જ આપને પણ બળતરાનો અનુભવ થતો હશે. કેટલાક રસાયણો એટલા ખતરનાક હોય છે જેના કારણે આપની ત્વચા પર ચકામાં, વાંઝીયાપણું અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ રસાયણોથી બચીને રહેવું ખુબ જ જરૂરી હોય છે.

    એક્સપર્ટસનું કહેવું છે કે, આપણે ફક્ત એવા ઉત્પાદનોને પસંદ કરવા જોઈએ જેમાં રસાયણોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવ્યો હોય.
    મહિલાઓએ ખાસ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

    જેનેટ ન્યુડેલમૈનના જણાવ્યા મુજબ આમ તો બધા વ્યક્તિઓને આ પ્રકારના ઉત્પાદનોથી થનાર સમસ્યાઓને લઈને અવગત કરાવવામાં આવે છે, પરંતુ જોવા મળે છે કે, મહિલાઓને આ ઉત્પાદનોના સાઈડ ઈફેક્ટસ વધારે સહન કરવા પડે છે. એનું મુખ્ય કારણ એમનું જુદા જુદા પ્રકરના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાનું હોય છે. સરેરાશ અમેરિકી મહિલા એક દિવસમાં ૧૨- ૧૬ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, જેમાંથી કેટલાકમાં હાનીકારક રસાયણોનો પ્રયોગ થયો હોય છે.

    error: Content is protected !!