પંજાબી બટર રોટી – jalaram food hub

કેમ છો મિત્રો જય જલારામ, આશા છે આપ અને આપનો પરિવાર સેફ હશો. ચાલો ફરી હાજર છું તમારી સમક્ષ એક રેસિપી લઈને.

આપણે બધા જ છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉન માંથી પસાર થઇ રહ્યા છે, સરકારે તો ઘણી રેસ્ટોરન્ટને ઘરે ફૂડ ડિલિવરી પરમિશન પણ આપી છે પણ હમણાં આપણે આપણી સેફટીનું વિચારીયે તો બહારથી કોઈપણ તૈયાર ખાવાનું મંગાવુ એ યોગ્ય નથી.

તમે બધા પણ મારી સાક્ષીની જેમ બહાર હોટલનું ખાવાનું મીસ કરી રહ્યા હશો, પંજાબી સબ્જી અને બબલવાળી રોટી એની ફેવરિટ છે એટલે એની ફરમાઈશને ધ્યાનમાં રાખીને મેં પંજાબી ભોજન બનાવ્યું હતું જેમાંથી તમને રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી જો શીખવાની બાકી હોય તો તેની લિંક અહીંયા અંતમાં આપીશ તમે ફરી જોઈ શકો છો..

સામગ્રી :

  • 500 ગ્રામ મેંદો
  • 2 મોટી ચમચી મોળું દહીં
  • 2 મોટી ચમચી તેલ
  • 1 ચપટી સોડા
  • સ્વાદાનુસાર મીઠું
  • અજમો (ઉમેરવો હોય તો)
  • પાણી લોટ બાંધવા માટે

બનાવવા માટેની સરળ રીત :

1. સૌથી પહેલા તો એ જાણી લો સાંજે તમારે આ રોટી બનાવવી હોય તો લોટ બને એટલો વહેલા બાંધવો (3 થી 4 કલાક વહેલા લોટ બાંધી દેવો) તો સૌથી પહેલા લોટ બાંધવાના વાસણમાં લોટ, દહીં, તેલ સોડા લેવું.

2. બધું બરાબર મિક્સ કરવું અને જરૂર પૂરતા પાણી સાથે રોટલીથી ઢીલો લોટ બાંધવો.

3. ફોટોમાં જોઈ શકો છો એવીરીતે એક ડીશ ઢાંકીને મૂકી દેવો.

4. 4 કલાક પછી બાંધેલા લોટ પર તેલ લો અને બરાબર મિક્સ કરવું

5. એવીરીતે લોટ ચમકદાર અને લીસો થઇ જશે.

6. ત્યારબાદ રોટલી વણવા માટે એક લુવું લેવું અને જો તમારે કલોન્જી વાળી નાન જેવી રોટલી બનાવવી હોય તો એ લુવા પર કલોન્જી સાથે લીલા ધાણા, અને ટેસ્ટ ભાવતો હોય તો થોડી કસુરીમેથી શકો.

7. પછી રોટલી વણી લેવી

8. હવે રોટલી શેકવા માટે હાથમાં લો ત્યારે વણેલ રોટલીનો ઉપરનો ભાગ હાથમાં હથેળીને અડે એવીરીતે રાખવો. (ફોટોમાં જોઈ શકો છો.)

9. હવે રોટલી વણાતી હોય ત્યારે જે ભાગ નીચે હશે એ હાથમાં ઉપર આવશે પર પાણી લગાડવું.

10 હવે પાણી લગાવેલ રોટલીના ભાગને તવી પર મુકો એટલે કલોન્જી લગાવેલ ભાગ ઉપરની તરફ આવશે.

11. પછી તરત જ એ લોઢીને ઉંધી કરીને રોટલી શેકવી જેથી કલોન્જી વાળો ભાગ બરાબર શેકાઈ જાય ( હોય શેકી શકો જો કડક રોટલી પસંદ હોય તો વધુ શેકવી અને વધુ ડાઘ પડવા દેવા અને જો નોર્મલ સોફ્ટ પસંદ હોય તો બહુ ઓછા ડાઘ પડવા દેવા)

12. રોટલી ગેસ પર બરોબર શેકાઈ જાય એટલે તવી ગેસ પર મુકવી જેથી રોટલીનો નીચેનો ભાગ કે જેની પર પાણી લગાવેલ બરોબર શેકાઈ જાય. (ફોટોમાં જોઈ શકો છો કેવી શેકવાની છે તે.)

13. હવે સાદી બટર રોટી બનાવવા માટે રોટલી વણીને એક સાઈડ પાણી લગાવીને ઉપર જણાવેલ પ્રોસેસ કરવી.

14. હવે આ રોટલીને ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે એટલે હવે જયારે પણ પંજાબી સબ્જી બનાવો ત્યારે આ રોટી જરૂર બનાવજો. અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટમાં જણાવજો.

error: Content is protected !!