બુધવારે મહિલા અને પુરુષ રાખશે આ એક વાતનું ધ્યાન તો ક્યારેય સામનો નહિ કરવો પડે મુશ્કેલીનો.
દરેકના ઘરમાં કોઈને કોઈ નિયમ હોય છે બધા જ કોઈને રીત રિવાજ ફોલો કરતા હોય છે. આમ અમારા ઘરમાં કોઈ બહુ અંધશ્રધ્ધાળુ નથી પણ તેમ નિયમ છે જે અમે માનીએ છીએ. આજે હું તમને અમારા ઘણા અમુક ખાસ નિયમ જણાવશું. આ નિયમ પાળવાથી અમારા ઘરમાં સુખ, શાંતિ અને થોડી ઘણી સમૃદ્ધિ પણ છે. ભલે આપણે અંબાણી જેટલું અમીર નથી થવું પણ આપણા ઘરમાં રહેલ વડીલો અને આપણા બાળકોની અમુક જરૂરિયાતો પુરી કરી શકીએ એટલા આપણે સક્ષમ હોઈએ એટલે બહુ છે.
આજે આપણે ભલે ગમે એટલા આધુનિક થઇ જઈએ પણ આપણા હૃદયમાં ક્યાંકને ક્યાંક આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ હોય જ છે. ભારતીય વ્યક્તિ એ દેખાવ અને કપડાંથી આધુનિક થઇ શકે પણ તે ખરેખર તો પોતાના સંસ્કારો ફોલો કરતા જ હોય છે. આજે હું તમને જણાવીશ કે બુધવારના દિવસે મારા સાસુ અમને શું નથી કરવા દેતા. બુધવારનો દિવસ પ્રથમ પૂજાતા એવા ગણપતિ બાપા માટે માનવામાં આવે છે. તો તમે પણ પ્રયત્ન કરજો કે બુધવારે આ નિયમ ફોલો કરી શકો.
1. બુધ કરે શુદ્ધ. આમ તો બુધવારનો દિવસ એ શુભ માનવામાં આવે છે મારા સાસુ હંમેશા કહે છે કે બુધવારે બેવડાય. એટલે કે બુધવારના દિવસે જે કોઈપણ કામ કરીએ એ ડબલ થાય. એટલે સૌથી પહેલા તમને જણાવી દઉં કે બુધવારના દિવસે ક્યારેય પણ હાથેકરીને કોઈ અશુભ કે પછી મન ના માને એવું કામ કરવું નહિ.
2. બુધવારના દિવસે ક્યારેય પણ કોઈપણને આપેલ પૈસા પરત લેવા નહિ અને કોઈ પાસેથી ઉધાર લેવા પણ નહિ. આમ કરવાથી આપણે હંમેશા દેવાદાર કે પછી લેણદાર ગણાઈએ છીએ. કોઈને ઉધાર આપેલ પૈસા પણ બુધવારે પાછા લેવા નહિ અને એમાં પણ સાંજના સમયે તો ખાસ ક્યારેય પણ પૈસા આપવા કે લેવા જોઈએ નહિ. આ મારુ પર્સનલ માનવું છે.
3. આજકાલની ફેશનને જોતા ઘણી યુવતીઓ અને પરણિત સ્ત્રીઓ કાળા રંગના કપડાં પહેરવા ખુબ પસંદ કરતી હોય છે પણ બુધવારના દિવસે પ્રયત્ન કરો કે કાળા રંગના કપડાં પહેરવા નહિ. ગમે તેમ ફેશન ભલે હોય બ્લેકની પણ આખરે એ રંગ તો અશુભની નિશાનીનો જ છે. બુધવારના દિવસે રંગીન કપડાં પહેરો તેનાથી તમારી લાઈફ પણ રંગબેરંગી થઇ જશે.
4. બુધવારના દિવસે જો તમે હોસ્પિટલની એપોઇમેન્ટ કે પછી જરૂરી ના હોય ત્યાં સુધી બુધવારના દિવસે જવું નહિ. તમે આવું કોઈ કામ હોય એ મંગળવાર કે પછી ગુરુવારે કરી શકો છો. હા જો ઇમર્જન્સી છે તો તેમાં પછી દિવસ જોવા માટે ના જવાનું હોય પણ આ વાત છે સ્પેશિયલ એપોઇમેન્ટ લઈને મળવા જવા માટેની કે પછી કોઈની ખબર કાઢવા જવા માટે પણ બુધવારનો દિવસ પસંદ કરવો નહિ. તેમ કરવાથી તમારે વારંવાર દવાખાનની મુલાકાત લેવાનું બની શકે છે. એક રીતે એ તમારી મુશ્કેલીમાં જ વધારો કરશે.
5. બુધવારના દિવસે કોઈપણનું અપમાન કરવું નહિ અને કોઈની માટે ખરાબ શબ્દો બોલવા કે કોઈની સાથે કોઈ બીજાની ખરાબ કે ખોટી વાતોમાં સામેલ થવું નહિ. આમ કોઈની પાછળ કોઈપણ પ્રકારની વાત કરવી એ સારી વાત નથી. તમને કોઈની વાતનું ખરાબ લાગ્યું છે કે પછી તમે કોઈની એવી વાત કોઈને જાણવા માંગો છો તો તમારે જે તે વ્યક્તિને સામેથી પૂછી ને ચોખવટ કરી લેવી જોઈએ. પાછળથી વાત કરવાથી વાતનું વતેસર થઇ જાય છે.
વધુ માહિતી માટે અહીંયા આપેલ વિડિઓ જુઓ.
વિડિઓ :
યુટ્યુબ ચેનલ : ધર્મ શિવા
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.