બ્રેડ પકોડા – હવે જ્યારે પણ બ્રેડ પકોડા બનાવો તો આ રીત યાદ રાખજો બનશે એકદમ પરફેક્ટ.

બ્રેડ પકોડા

વરસતાં વરસાદ માં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા પડે તો તમે પણ વિડીયો રેસીપી દ્રારા બ્રેડ પકોડા ની રેસીપી જોઈને જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે.

1. કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ પકોડા ની રેસીપી.

2. તો ચોમાસામાં વરસતાં વરસાદ માં ગરમાગરમ લારી પર મળે એવાં જ બ્રેડ પકોડા ઘરે મળે તો ખૂબ જ મજા પડી જાય. તો ચાલો જોઈએ રેસીપી.

3. રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક અને શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

4. સામગ્રી:-

5. સ્ટફિંગ માટે

  • 6. 2 થી 3 બાફેલા બટાકા
  • 7. ½ ચમચી હળદર
  • 8. 1 ચમચી લાલ મરચું
  • 9. 1 ચમચી ધાણાજીરું પાવડર
  • 10. સ્વાદ પ્રમાણે મીઠું
  • 11. ½ ચમચી ગરમ મસાલો
  • 12. 1 વાટકી ચણાનો લોટ (બેટર બનાવવા માટે)
  • 13. ચપટી હળદર
  • 14. ½ ચમચી લાલ મરચું
  • 15. ½ ચમચી ધાણાજીરું
  • 16. સ્વાદ પ્રમાણે મીઠું
  • 17. પાણી
  • 18. બ્રેડ
  • 19. તેલ

રીત:-

20. સ્ટેપ 1:- સૌપ્રથમ બટાકા નું સ્ટફિંગ રેડી કરીએ તો બટાકા ને બાફીને મેશ કરી લો.

21. સ્ટેપ 2:- હવે એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમરેવું અને બરાબર મિક્ષ કરી લો.

22. સ્ટેપ ૩:- હવે આપણે બેટર રેડી કરી લઈએ. તો ચણાનો લોટ લો અને એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમરેવું અને બરાબર મિક્ષ કરી લો અને થોડું થોડું પાણી ઉમેરી લો અને બેટર રેડી કરી લો.

23. સ્ટેપ 4:- હવે બ્રેડ પર બટાકા નું સ્ટફિંગ લગાવી લો અને ઉપર બીજી બ્રેડ મૂકો અને આ બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરી લો અને તળવા માટે તેલમાં મૂકો.

24. સ્ટેપ 5:- તળતી વખતે ધીમે થી મીડીયમ આંચ પર જ તળો અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો. તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ પકોડા રેડી છે.

વિડીયો રેસીપી :

સૌજન્ય : ડીમ્પલ પટેલ

યુટ્યુબ ચેનલ : Prisha Tube

દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.

error: Content is protected !!