બુધ્ધિ નો રાજા એવો બ્રામ્હીનો છોડ આ રીતે કરશે તમારી મોટાભાગની બીમારીઓ દૂર.
દરેક મમ્મી નું એક જ ટેન્શન મારા બાળક ને યાદ કેમ નથી રહેતું? તેના માટે ઘણા બધા પ્રયત્નો કરતી જ રહે છે પણ શું તમે બ્રામ્હી ને યાદ કરી કે નહિ. ચાલો જણાવું તેના મજેદાર ગુણો વિશે.
બ્રામ્હી નો છોડ એવો છે જે વર્ષોથી દવા તરીકે ઉપયોગ માં લેવાતો આવ્યો છે. બ્રામ્હી ને “બુધ્ધિ નો રાજા” કહેવામાં આવે છે.આ છોડ મોટાભાગે પાણીવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ છોડ ને પૂર્ણ રીતે ઉપયોગ માં લઈ શકાય તેવી ઔષધિ તરીકે ગણવામાં આવે છે. બ્રામ્હી કબજિયાત ને દૂર કરે છે.
બ્રામ્હી ના પાંદડા નો રસ પેટ્રોલ સાથે ભેળવીને ગાંઠ ઉપર લગાવાથી તે દૂર થાય છે. બ્રામ્હી લોહી ને શુધ્ધ કરે છે. બ્રામ્હી હદય ને મજબૂત બનાવે છે તેથી એટેક ની સંભાવના પણ ઘટી જાય છે. બ્રામ્હી ને આ તેનું નામ તેના બુધ્ધિશાળી ગુણો ને લીધે પ્રાપ્ત થયું છે. તેને જળનિમ્બ પણ કહે છે કારણકે તે પાણી વાળા વિસ્તાર માં જોવા મળે છે. આયુર્વેદ માં બ્રામ્હી નો ઘણો ઉલ્લેખ કરાયો છે ચાલો તો જાણીએ બ્રામ્હી તમારા બાળક ને કેવી રીતે ઉપયોગી બનશે.
બ્રામ્હી એક બહુ ઉપયોગી એવી ચેતકોશ માટેની ઔષધિ છે. બ્રામ્હી મગજ ને શક્તિ પૂરી પડે છે. તે ઓછી સ્મરણશક્તિ અને વધારે મગજ થી કામ કરે એવા લોકો માટે અમૂલ્ય જડીબુટ્ટી છે.
બ્રામ્હી કોર્ટિસોલ ના સ્તર ને ઓછું કરે છે.કોર્ટિસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે. બ્રામ્હી નો ઉપયોગ તણાવ અને ચિંતા ને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
બ્રામ્હી માં એમીલોઇડ તત્વ હોવાથી તે અલ્જાયમર જેવી બીમારી માં વરદાન રૂપ છે. આંચકી આવતા બાળક ના મગજ ને લિક્વિડ બનાવામાં મદદરૂપ થાય છે.
બ્રામ્હી ના પાવડર ને ઓછા પ્રમાણ માં (2 ગ્રામ ) દૂધ માં ભેળવીને પીવાથી અનિદ્રા માં ફાયદો કરે છે.
બ્રામ્હી નું સરબત જ્યારે વધારે પડતું ટેન્શન હોય તેવી સ્થિતિ માં લમદાઈ છે.તથા ઉનાળામાં મગજ ને ઠંડક આપવામાં મદદ કરે છે.
મધ ની સાથે બ્રામ્હી ના પાંદડા નો રસ નું સેવન કરવાથી તાવ માં રાહત મળે છે જે મગજ ને પણ શાંત રાખે છે જેથી દર્દી જડપ થી સાજો થઈ જાય છે.
જો બાળક ને ખાંસી થઈ ગઈ હોય તો 3 થી 4 પાંદડા જીરું અથવા ખાંડ સાથે ભેળવીને આપવાથી આરામ મળે છે. જો સાવ નાનું બાળક હોય તો નમી ની ચારે બાજુ આ બ્રામ્હી ના પાંદડા ને જીરું લગાવાથી આરામ મળે છે.
ત્વચા સંબંધી વિકારો જેવા કે ફોડલા, ગુમડા ની ઉપર પાંદડા નું ચૂર્ણ લગાવથી ફાયદો થાય છે.
જે લોકો ને હાથ પગ સોજી જવાની સમસ્યા હોય તે બ્રામ્હી ના પાંદડા નો રસ લગાવાથી તેમાં સોજા ઓછા થાય છે.
જો જમવા માટે ચટણી બનાવતા હોય તો થોડાક પાંદડા તેમાં નાખી દેવા. આ રીતે સ્વાસ્થ્ય ને સ્વાદ સાથે આરોગી શકાય છે.
બ્રામ્હી ને વાસ્તુશાસ્ત્ર માં પણ એક અલગ જ મહત્વ આપવામાં આવ્યું છે.
બ્રામ્હી નો છોડ જે ઘર માં હોય તે પરિવાર ના બાળકો ની સ્મરણ શક્તિ બહુ સારી હોય છે અને આ ઘર માં અચાનક કોઈ દુર્ઘટના બને તેની શક્યતા પણ ઓછી રહે છે.