રોજીંદુ ભીંડાનું શાક બનાવતા શીખો ફક્ત 3 મિનિટમાં, સાસુજીની સિક્રેટ ટિપ્સ સાથે.
કેમ છો? જય જલારામ. આજે અમે એક એવા શાકની રેસિપી કે જે શાક બધાને જ પસંદ હશે. ભીંડાનું શાક. ભીંડા એ ઘરમાં બધાને પસંદ હોય છે. અમારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબ પર અમે જે 3 મિનિટમાં રેસિપી માટેનો નવો કોન્સેપટ શરુ કર્યો છે તેમાં હવે બીજા એક શાકની રેસિપી અમે તેમાં ઉમેરી છે અને એ છે ભીંડાનું શાક. તો ચાલો ફટાફટ તમને જણાવી દઉં ભીંડાનું શાક ફટાફટ બનાવવાની રેસિપી એ પણ કોઈપણ તાર બન્યા વગર એકદમ કોરું અને ટેસ્ટી તો ખરું જ.
ભીંડાના શાક માટે હંમેશા ભીંડા કુણા પસંદ કરવા. ઘણા શાકભાજી વાળા ભાઈઓ એ ભીંડાને વીણીને પસંદ કરવા દેતા હોય છે પણ ઘણા એવું કરવા દેતા નથી. એટલે જયારે પણ ભીંડા ખરીદો તો તે કુણા અને નાના ખરીદો બહુ મોટા ભીંડા એ કડક અને ઘરડા હશે જેનું શાક ખાવામાં નથી સારું લાગતું.
ભીંડાનું શાક બનાવવા માટે એક પહોળા તાંસળાંમાં વઘાર માટે તેલ ગરમ કરો. પછી તેમાં થોડો અજમો ઉમેરો. ભીંડાના શાકમાં અજમો ઉમેરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે તેમાં હિંગ ઉમેરીશું. તમને લસણવાળું શાક પસંદ હોય તો તમે આ હિંગ ઉમેરી એ પછી લસણ ઉમેરી શકો છો. હવે તેમાં આપણે સમારેલા ભીંડા ઉમેરીશું.
હવે તેમાં મસાલો કરીશું. ગરમમસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું. પછી બધો જ મસાલો ભીંડા સાથે મિક્સ કરી લેવો. જો તમે ઈચ્છો છો કે શાક જલ્દી તૈયાર થઇ જાય તો ક્યારેય પણ ભીંડાના શાકને ઢાંકીને ચઢવા દેવું નહિ. તે તાંસળાંને એમજ ખુલ્લું રાખીને ચઢવા દેવું. હવે બે થી ત્રણ મિનિટ શાકને એમજ થવા દો.
ત્રણ મિનિટ પછી તમે જોઈ શકશો કે શાક તૈયાર થઇ ગયું છે. જો ત્રણ મિનિટ પછી પણ શાકમાં તાર દેખાય છે તો તે શાકમાં તમે બે થી ત્રણ ટીપા લીંબુ ઉમેરી શકો છો. જો લીંબુ ઉમેર્યા વગર શાક કોરું અને તાર થયા વગરનું બનાવવું છે તો મારા સાસુએ આ વિડીઓમાં એક સારી ટીપ આપી છે. તમે તમારો થોડો સમય કાઢીને ફક્ત 3 મિનિટનો આ વિડિઓ જરૂર જુઓ.
અમારી યુટ્યુબ ચેનલ પર અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈપણ રેસિપી તમને ત્રણ મિનિટમાં જ શીખવાડી દઈએ. તો અમારી ચેનલ સાથે જોડાજો અને શિયાળાના અનેક વસાણાંના વિડિઓ અમે તેમાં મુકેલા છે તો એ પણ તમને ખુબ મદદ કરશે. એકવાર અમારી ચેનલ જરૂર ચેક કરજો અને તમારો પ્રતિભાવ અમને કોમેન્ટમાં જણાવજો. આવજો ફરી મળીશું કોઈ નવી રેસિપી અથવા નવી વાત સાથે આવજો. જય જલારામ.
વિડિઓ રેસિપી :