હવે જ્યારે પણ બાળકો સાથે શોપિંગ મોલમાં જાવ તો ખાસ ધ્યાન રાખજો નહીં તો ખર્ચ વધી શકે છે.

બાળકો લગભગ બધાને જ પસંદ આવતા હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને બાળક નહીં ગમતા હોય. બાળકો જ્યારે નાના હોય અને ત્યારે ઘણીવાર તેઓ જે મસ્તી કરે કે પછી કાઈક એવું અતરંગી કરે કે નખરાં કરે તો બધાને ખૂબ મજા આવતી હોય છે. તેમની મસ્તી જોઈને આપણને ખૂબ આનંદ થતો હોય છે.

તમે પણ સોશિયલ મીડિયા વાપરતા હશો અને તમને ત્યાં નાના બાળકોના ઘણા વિડીયો જોવા મળતા હશે. એમાં ઘણા વિડીયો હોય છે જેમાં નાના બાળકો મસ્તી કરતાં હોય છે તો ઘણીવાર નાના અને ક્યૂટ બિલાડી અને કુતરા એટલે કે પપીના પણ બહુ મસ્ત વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. એમાંથી ઘણા વિડીયો તો એટલા મસ્ત અને મજાનાં હોય છે કે જે આપણને વારંવાર જોવા ગમતા હોય છે.

ઘણા વિડીયોમાં નાના બાળકોની માસુમિયત જોઈને આપણને બહુ મજા આવતી હોય છે. આજે અમે તમને એક એવા બાળકના વિડીયો વિષે જણાવી રહ્યા છે કે જે જોઈને તમને પણ ખૂબ હસવું આવશે અને તમને પણ કોઈ નાના બાળકની મસ્તી યાદ આવી જશે. તમે શોપિંગ મોલમાં ખરીદી કરવા જતાં હશો જેમાં તમે બાળકોને પણ સાથે લઈને જતાં હશો અને મને જે અનુભવ છે એ પ્રમાણે તમને પણ બાળકો સાથે શોપિંગ કરવું એ એક ખરેખર મુશ્કેલી ભરેલું કામ લાગતું હશે.

એમાં પણ જ્યારે આપણે આપણાં કામની વસ્તુઓ ખરીદતા હોઈએ અને અચાનક બાળકને કશુંક મનગમતું દેખાય કે તરત જ તે લેવા માટે જિદ્દ કરે કે મને લઈ આપો અને લઈ જ આપો. પછી આપણે બધી ખરીદી છોડીને સૌથી પહેલા તેમની ફરમાઇશ સાંભળવી પડે. એને કાઈક લઈ આપવાનું વિચારીએ ત્યાં આપણે ઘરની શું વસ્તુ લેવાની હતી એ આપણે ભૂલી જઈએ.

ઘણીવાર તો આપણે બજેટના લીધે કે પછી બીજા કોઈ કારણસર આપણે બાળકને જે વસ્તુ માંગતો હોય એ ના આપવીએ એટલે બધાની વચ્ચે એ બાળક મોલમાં જે નાટક કરે કે ના પૂછો વાત. આજે તમે આ વિડીયો જોઈને ખાસ ધ્યાન રાખજો કે આજના બાળકો બહુ ફાસ્ટ થઈ ગયા છે તેઓ આપણી જેમ જિદ્દ કરવામાં કે નાટક કરવામાં નથી માનતા. તેઓ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓની જિદ્દ પૂરી કરાવવા માટે એક અલગ જ રીત હોય છે. હવે આ વિડીયોમાં જ જોઈ લો ને દીકરીએ જે કર્યું એ જોઈને તમને ખરેખર નવાઈ લાગશે.

આપણે મોલમાં ખરીદી કરવા જઈએ અને ઘણીવાર આપણને વધુ વાર લાગે અને થોડી ભૂખ લાગે તો આપણે મોલમાં મળતા કોઈપણ ખાવાના પેકેટ કે કોઈપણ બીજી વસ્તુને આપણે ખાઈ લેતા હોઈએ છે અને પછી છેલ્લે બિલ બનાવવાના સમયે એ ખાલી થયેલ પેકેટનું પણ બિલ બનવડાવીએ છે. આ વિડીયોમાં માતા અને દીકરી સાથે સુપર માર્કેટમાં શોપિંગ કરી રહી છે. ત્યારે દીકરી માતાને એક પેકેટ અપાવવા માટે કહે છે પણ માતા ના કહે છે પછી દીકરી ફરી એકવાર દીકરી રિક્વેસ્ટ કરે છે કે લઈ આપો આ પેકેટ પણ માતા ના કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kerala Update (@kerala.update)

માતાના ના કહેવા છતાં એ દીકરી સમજતી નથી તેણે તો ધારી જ લીધું હતું કે તે પેકેટ એ લઈને જ રહેશે. પછી એ નાનકડી દીકરી તેનું દિમાગ ચલાવે છે. તે ચાલક દીકરી તેને જે પેકેટ જોઈતું હતું એ પેકેટ તે તોડી નાંખે છે. તોડેલું પેકેટ જોઈને માતા હેરાન થઈ જાય છે અને તે પેકેટ તેને લેવું પડે છે. તે માતાની આ પરિસ્થિતિ જોઈને ત્યાં હાજર રહેલ એક યુવતી પણ હસવા લાગે છે.

આપણાં દેશમાં તો જ્યારે કોઈ બાળક આમ ઓવરસ્માર્ટ બનવા જાય અને પેકેટ તોડી નાંખે તો પ માતા પિતા એ તોડેલું પેકેટ પાછું મૂકી દેશે અને પાછા સાવ પાછળ મૂકી દેશે કે કોઈ જોઈ જાય નહીં એમ. એ તો વિદેશ હતું એટલે માતાને એ પેકેટ ખરીદવું પડે છે. હવે મને કોમેન્ટ કરીને જણાવજો કે જો તમે મોલમાં હોવ અને તમારું બાળક આવી રીતે કરે તો તમે શું કરશો. કોમેન્ટમાં જણાવજો જરૂર. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું. અમારું પેજ જો તમે લાઇક ના કર્યું હોય તો જરૂર કરજો.

error: Content is protected !!