તમારા દુર્ગંધીત શ્વાસોચ્છ્વાસ પાછળના 5 કારણો

તમારા દુર્ગંધીત શ્વાસોચ્છ્વાસ પાછળના 5 કારણો

તમે સવારે જ્યારે જાગો ત્યારે તમારા મોઢામાંથી વાસ આવે તે સ્વાભાવિક છે, પણ જ્યારે તમે બ્રશ કરી લીધું હોય, માઉથવોશથી કોગળા કરી લીધા હોય અને તમે કોઈ સ્પાઇસી ફુડ જેમ કે લસણ વીગેરે ન ખાધુ હોય છતાં પણ તમારા શ્વાસ ગંધાય ત્યારે શું ?

જો તમે તમારા મોઢાની દુર્ગંધ દૂર કરવા માગતા હોવ તો તમારે તમારા મોઢાની સ્વચ્છતાને ગંભીરતાથી લેવી જોઈએ, પણ માત્ર તે જ કારણસર તમારા મોઢામાં વાસ આવે તેમ નથી હોતું. તે ઉપરાંત પણ બીજા કેટલાક કારણો તેની પાછળ જવાબદાર છે જે આ પ્રમાણે છે.


1. જો તમે કાર્બ્સ ઓછા લેતા હોવ અને તેની જગ્યાએ તમે તમારા ખોરાકમાં પ્રોટિનનો વધારો કરી દીધો હોય તો તે પણ તમારા મોઢાની દુર્ગંધ માટે જવાબદાર છે. કારણ કે તે તમારા શરીરમાં ઉર્જા માટે ચરબીને તોડે છે અને કીટોન્સનુ ઉત્પન્ન કરે છે. વધારાના કીટોન્સ તમારી કીડની પર ખુબ દબાણ કરે છે.

2. જો તમે કોઈ ધાર્મિક કારણોસર ઉપવાસ કરતા હોવ અથવા સામાન્ય રીતે તમારું ભોજન ન લેતા હોવ તો પણ તેની નકારાત્મક અસર તમારા શ્વાસની તાજગી પર પડી શકે છે. જો તમે નિયમિત ભોજન નહીં કરો અથવા તો પ્રવાહી નહીં લો તો મોઢામાંની લાળનું ઉત્પાદન બેક્ટેરિયાને જન્મ આપશે અને તેના કારણે તમારું મોઢું દુર્ગંધીત રહેશે.


3. જો તમે કોઈ સ્પાઇસી ખોરાક ખાધો હોય ત્યાર બાદ તમે થોડીવાર માટે ચીંગમ ચાવી લો તો તે નુકસાન કરતી નથી. પણ તેને લાંબો સમય લેવાથી તે નુકસાન કરી શકે છે કારણ કે તેમાં ખાંડ હોય છે તમારા દાત પર ચીકણી છારી જમા કરે છે. તેનાથી પણ મોઢામાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને તેના કારણે પણ મોઢામાંથી દૂર્ગંધ આવે છે.

4. જો તમે દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીશો તે તે તમારું સૌંદર્ય તો વધારશે જ પણ તે તમારા શ્વાસને પણ દિવસ દરમિયાન તાજા રાખશે. કારણ કે ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમી પણ મોઢામાં બેક્ટેરિયાને પેદા કરે છે અને તેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે.


5. સ્ટ્રેપ એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે વાયરલ નથી, પણ આ પ્રકારના બેક્ટેરિયા પણ તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ માટે જવાબદાર હોઈ શકે છે. આ ઉપરાંત સાઇનસ ઇન્ફેક્શન પણ બેક્ટેરિયલમાં પરિવર્તિત થઈ શકે છે અને તેના કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે.

error: Content is protected !!