ભગવાન ભોળાનાથનો આ મંત્ર વ્યક્તિને અપાવશે સફળતા.
ઘણીવાર વ્યક્તિને ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. લાખો પ્રયત્ન કરવા છતાં પણ વ્યક્તિને હમેશા નિરાશા જ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અમુક ઉપાય બતાવ્યા છે જે કરવાઠિ વ્યક્તિ આર્થિક તંગીથી મુક્તિ મેળવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવો જ એક ચમત્કારિક મંત્ર જણાવ્યો છે. આ મંત્રનું ઉચ્ચારણ કરવાઠિ વ્યક્તિનું નસીબ ખૂલી જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ‘ઓમ નમઃ શિવાય’ શિવના શ્રેષ્ઠ મંત્રોમાંનો એક છે. આ મંત્રનો જાપ કરવાથી તમે પરેશાનીઓમાંથી બહાર આવો છો અથવા તે પરિસ્થિતિનો સામનો કરવાથી વ્યક્તિને પૂરતી શક્તિ મળે છે. ચાલો જાણીએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી થતા ફાયદાઓ વિશે.
આ મંત્રને શાસ્ત્રોમાં ખૂબ જ શક્તિશાળી ગણાવવામાં આવ્યો છે. જ્યોતિષીઓ અનુસાર, જ્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે છે, ત્યારે આ મંત્રનો 108 વાર જાપ કરવાથી આપણા શરીરના પાણીને ઉર્જા મળે છે. આ મંત્રનો જાપ કરતી વખતે સ્ફટિક અથવા રુદ્રાક્ષની માળાનથી જાપ કરો. તે જીવનમાં ઢાલ જેવું કામ કરે છે.
ગ્રહની સ્થિતિ ગમે તે હોય, તે દરેક પરિસ્થિતિમાં તમારું રક્ષણ કરશે. વ્યક્તિએ આ મંત્રનો 41 દિવસ સુધી જાપ કરવો જોઈએ. જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે સવાર-સાંજ આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રનો જાપ કરતી વખતે કરોડરજ્જુને સીધી રાખો. તેનાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
શાસ્ત્રો અનુસાર નમઃ શિવાય એ પાનાક્ષરી મંત્ર છે. પરંતુ જ્યારે તેની સાથે ઓમ લગાવવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારિક મંત્ર બની જાય છે. એવું કહેવાય છે કે નમઃ શિવાય પંચ મહાભૂતનું પ્રતિનિધિત્વ કરે છે.
એવું માનવામાં આવે છે કે દરેક ગ્રહ શિવ દ્વારા શાસન કરે છે અને આ મંત્રનો જાપ કરવાથી આપણે કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવોમાંથી બહાર નીકળી શકીએ છીએ. ભલે તે કાલ સર્પ દોષ જ કેમ ન હોય. જ્યારે 9 ગ્રહો 12 નક્ષત્રોમાંથી પસાર થાય છે, ત્યારે તેઓ 108 સંયોજનો બનાવે છે. આવી સ્થિતિમાં આ મંત્રનો 108 વાર જાપ કરવાથી કોઈપણ ગ્રહની અશુભ અસર દૂર થઈ શકે છે.