તમારા ભોજનના સ્વાદને ડબલ કરી દેશે આ નવીન યુનિક ચટણી, પાંદડામાંથી બનાવવામાં આવે છે આ ચટણી.
કેમ છો આજની રેસીપીમાં હું તમારા માટે લઈને આવી છું. અળવીના પાંદડાની ચટણીની રેસીપી. તમે આજ સુધી અળવીના પાંદડામાંથી પાંદડા અને પતરવેલીયા બનાવીને ખાધા હશે કે પછી કોઈ કોઈ વાર ભજીયા પણ ખાધા હશે પણ શું તમે ક્યારેય ધાણાની ચટણી બને એવી રીતે ચટણી બનાવીને ખાધી છે? જો ના તો ચાલો ફટાફટ તમને શીખવાડી દઉં આ સરળ અને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.
અળવીના પાનની ચટણી બનાવવા માટેની જરૂરી સામગ્રી.
- અડવી / અળવીના પાન
- આંબલી
- ગોળ
- લાલ મરચું
- છીણેલું લીલું નારિયળ
- રાઈ
- અડદની દાળ
- લસણ
- મીઠો લીમડો
- પાણી
- મીઠું
આ ટેસ્ટી અને યમ્મી ચટણી બનાવવા માટે સૌથી પહેલા તો પાંદડાને ધોઈને બરાબર સાફ કરી લો. પછી તેના નાના નાના ટુકડા કરી લો જેથી તે સરળતા ચઢી જાય.
હવે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો. (ચટણીમાં ભળે એટલું જ પાણી લેવું નહીં તો બહુ પાતળી ચટણી બનશે.) આ પાણીમાં સૌથી પહેલા આંબલીના બે થી 3 ટુકડા ઉમેરો. આ સાથે ગોળ જીણો જીણો સમારીને ઉમેરો અને લાલ મરચું પણ તમને જેટલી તીખાસ જોઈએ એ પ્રમાણે ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજમ મીઠું ઉમેરો.
હવે આની સાથે આપણે જીણા જીણા સમારીને રાખેલ પાંદડાના પાન ઉમેરો. પછી તેને બરાબર ઉકળવા દો. આ પ્રોસેસ ધીમી મીડિયમ આંચ પર 10 મિનિટ સુધી થવા દો.
હવે તમે જોશો કે પાંદડાનો રંગ બદલાઈ ગયો હશે એટલે તેનો અર્થ થાય છે કે પાંદડા ચઢી ગયા હશે. હવે ગેસ બંધ કરી દેવો. તેને એમ જ ઠંડુ થવા દેવું.
હવે આ બધા મિશ્રણને મિક્ષરના કપમાં લેવું, જો આંબલી ઠળિયા સાથે લીધી હોય તો ઠળિયા કાઢી લેવા અથવા તો પાણીમાં આંબલી ઉમેરો તો ઠળિયો કાઢીને ઉમેરવી.
મિક્ષરના કપમાં આ બધી વસ્તુઓ સાથે લીલા નારિયળનું છીણ પણ ઉમેરવું. હવે આ બધી વસ્તુઓને બરાબર ચટણીની જેમ પેસ્ટ થાય એવી ક્રશ કરી લેવી.
હવે આ ચટણીમાં આપણે તડકો કરીશું. તેની માટે એક પેનમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં અડદની દાળ ઉમેરો. તેને શેકો પછી મીઠો લીમડો અને લસણ જીણું જીણું સમારીને ઉમેરો. આ બધી વસ્તુઓને ક્રિસ્પી કરવાની છે.
હવે આ વઘાર હવે તૈયાર કરેલ ચટણી પર ઉમેરવો. આ બધુ બરાબર મિક્સ કરી લેવું. હવે ચટણી તૈયાર છે. તેને તમે કોઈપણ ભોજન સાથે સર્વ કરી શકો છો.
તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ અવનવી વાનગીઓ શીખવા જોડાયેલા રહો અમારી સાથે.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.