આકરી મહેનત પછી પોતાની કમાણી ગણતાં આ દાદાનો વિડીયો તમે જોયો કે નહીં?

મોંઘવારીના સમયમાં પૈસા ખૂબ જરૂરી છે. પૈસા મેળવવા માટે વ્યક્તિ સવારે ઊઠીને સાંજ સુધી બસ ભાગ્યા જ કરે છે. એટલે સુધી કે અમુક લોકો તો ઘડપણમાં પણ કામ કરવા માટે મજબૂર થઈ જતાં હોય છે. ઘડપણ સામાન્ય રીતે આરામ કરવાનો સમય હોય છે. પણ અલગ અલગ પરિસ્થિતિને લીધે વ્યક્તિને પોતાના અંતિમ શ્વાસ સુધી કામ કરવાની જરૂરત પડે છે.

હમણાં સોશિયલ મીડિયા પર એક એવા જ વૃધ્ધનો વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ દાદા લગભગ કોઈ નાનું મોટું કામ કરતાં હશે એવું લાગી રહ્યું છે. સાંજના સમયે કામ પૂરું કરીને પોતાના આખા દિવસની કમાણી ગણી રહ્યા છે. તેમની કમાણીમાં નોટોથી લઈને સિક્કાઓ પણ શામેલ છે. તે નાના નાના સિક્કાઓને પણ ખૂબ ધ્યાનથી ગણી રહ્યા છે. લગભગ આ સિક્કા પણ તેમના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે.

દાદા એક ઝુંપડી જેવી જગ્યાએ બેઠા છે અને પૈસા ગણી રહ્યા છે અને તેમને આ પરિસ્થિતિમાં જોઈને કોઈએ તેમનો વિડીયો બનાવી લીધો છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો ભાવુક થઈ રાય છે. લોકોને આ વૃધ્ધ પર દયા આવી રહી છે. આ વિડીયો જોઈને લોકો ભગવાનનો આભાર માની રહ્યા છે કે આજે તેમની પાસે જે પણ છે કે તેઓ જે પણ જગ્યાએ છે તેનાથી તેઓ ખૂબ ખુશ છે.

કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે જીવન એ બધા માટે સરળ નથી હોતું. બધાનું જીવન અલગ અલગ છે, આપણે આપણી માટે સારું ઘર, સારી ગાડી, સ્માર્ટ ગેજેટ વગેરે જેવી લકઝરી વસ્તુઓને કેવીરીતે ખરીદવી એનો જુગાડ કરતાં હોઈએ છે. પણ ઘણા એવા પણ લોકો છે જેઓ પોતાના આખા દિવસની કમાણીથી પોતાનું અને પરિવારનું બે ટાઈમ પેટ ભરાઈ જાય તેનું સેટિંગ કરતાં હોય છે. ચાલો તમે પણ આ ભાવુક કરી દેનાર વિડીયો જોઈને અમને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવું લાગ્યું.

error: Content is protected !!