આખી ડુંગળી શાક કાઠિયાવાડી મસાલેદાર શાક – JalaramFoodHub

આજે આપણે આખી ડુંગળી નું શાક બનાવીશું. જે તમે આવું કોઈ દિવસ નઈ બનાવ્યું હોય જો તમારે એકદમ પરફેક્ટ રીતે બનાવવું હોય તો આ વિડિયો ને ચોક્કસથી જોજો. આ શાક તમારા ઘર માં બધા ને પસંદ આવશે તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી : પરફેક્ટ માપ માટે એકવાર વિડિઓ જુઓ.

  • નાની ડુંગળી
  • તેલ
  • સીંગદાણા
  • લીલા મરચા
  • તલ
  • આદુ
  • મીઠું
  • હળદર
  • ટામેટા ની પ્યુરી
  • ગાઠીયા
  • ધાણાજીરું પાવડર
  • રાઈ
  • જીરું
  • કોથમીર
  • ગરમ મસાલો
  • લાલ મરચું પાવડર
  • હીંગ

રીત :


1- સૌથી પહેલા આપણે આઠ થી દસ નંગ નાની ડુંગળી લઈ લઈશું. આપણે તેની છાલ કાઢી લઈશું. ત્યારબાદ ડુંગળી પર ચારેય બાજુ કટ કરી લઈશું.

2- જેથી કરી ને મસાલો બધો તેમાં ભળી જાય. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી બધી ડુંગળી કટ કરી ને તૈયાર કરી લીધી છે.

3- હવે આપણે આ ડુંગળી ને તળી લઈશું. તો તેના માટે એક કઢાઈ માં ત્રણ થી ચાર ચમચા તેલ લઈ લઈશું. તેને ગરમ કરવા મૂકી દઈશું.

4- હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે કટ કરેલી ડુંગળી તેમાં એડ કરીશું. હવે આપણે ડુંગળી ને ફેરવતા ફેરવતા ધીમા તાપે ફ્રાય કરી લઈશું.

5- આપણી ડુંગળી થોડી ચડી જાય ત્યાંસુધી આપણે સાંતળી લઈશું. હવે ડુંગળી સંતળાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું.

6- હવે બે ચમચી સીંગદાણા , એક ચમચી ગાઠીયા ,એક ચમચી તલ ,એક આદુ નો ટુકડો અને બે લીલા મરચા લઈશું. લીલા મરચા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો.

7- હવે આ બધી વસ્તુ ને મિક્સર માં ક્રશ કરી લઈશું. હવે તેને એક ડિશ માં કાઢી લઈશું. હવે એજ કપ માં આપણે બે ટામેટા ક્રશ કરી લઈશું. હવે આપણે ડુંગળી ચેક કરી લઈશું.

8- ડુંગળી એકદમ ટ્રાન્સફ્ન્સ દેખાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું. તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ડુંગળી થોડી ચડી ગઈ છે તો તેને કાઢી લઈશું.


9- ચટપટી વાનગી હોય તો તેની સાથે મરચા ના પીરસાય તો આપણી થાળી અધૂરી લાગે. હવે તેજ તેલ માં થોડા મરચા ફ્રાય કરી લઈશું. હવે મરચા ઉપર થોડી મીઠું ભભરાવી લઈશું.

10- હવે તેજ તેલ માં એક નાની ચમચી રાઈ નાખીશું. અને થોડું જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડી હિંગ નાખીશું. ત્યારબાદ એક નાની ડુંગળી ક્રશ કરેલી એડ કરીશું.

11- આવી ઝીણી ડુંગળી ક્રશ કરેલી હોય તો આપણી ડુંગળી એકદમ જલ્દી સંતળાય જાય છે. હવે આપણે જે ટામેટા ની પ્યુરી બનાવી હતી તે એડ કરીશું. અહીંયા આપણે લીલા મરચા નાખ્યા છે તો તમે તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું એડ કરી શકો છો.

12- અહીંયા આપણે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ અડધી ઓછો ગરમ મસાલો નાખીશું. ત્યારબાદ એક થી દોઢ ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.

13- હવે બધું મિક્સ કરી લઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ગ્રેવી માંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે જે ક્રશ કર્યા હતો તે મસાલો એડ કરીશું.

14- હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે જે કપ માં ટામેટા ક્રશ કર્યા હતા તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.

15- હવે આપણે ફ્રાય કરેલી ડુંગળી એડ કરીશું. થોડી કુક થઈ ગઈ છે અને થોડી આમાં કુક થઈ જશે. હવે આને ત્રણ થી ચાર મિનિટ માટે રહેવા દઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થાય તેવું શાક બન્યું છે.

16- આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે હવે આપણું આખી ડુંગળી નું શાક તૈયાર થઈ ગયું છે તો તેમાં થોડી કોથમીર ભભરાવી લઈશું અને આ શાક ને પરાઠા સાથે સર્વે કરીશું.તો તમે પણ આ શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


સૌજન્ય : જલારામ ફૂડ હબ અમારી આવી જ અવનવી રેસિપી જોવા માટે ક્લિક કરી ચેક કરો અમારી યુટ્યુબ ચેનલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!