દહીં ખાવાના આટલા બધા ફાયદા, દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને કરો સવેન.

ઉનાળાની સિઝનમાં દહીં અને છાશનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. દહીં અને છાશ સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે. દરરોજ એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાશનું સેવન જરૂરથી કરવું જોઈએ. આમ તો રોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.

દરરોજ રોજ એક વાટકી દહીંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ શરીરની કેટલીક તકલીફો અને બીમારીને દૂર કરવા માટે દહીંમાં કેટલાંક ગુણકારી તત્ત્તવો હોય છે. તેમજ દહીંમાં કેટલીક ગુણકારી વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે.

દહીંમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ ફૂડ્સ જેમ કે જીરું, સિંધાલૂણ મીઠું, અજમો વગેરે જેવી હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ દહીંમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ ફૂડ્સ જેમ કે જીરું, સિંધાલૂણ મીઠું, અજમો વગેરે જેવી હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાવાથી ગજબના ફાયદા મળે છે. તો આજે જાણી લો દહીંમાં કઈ 10 હેલ્ધી વસ્તુઓ મિક્ષ કરીને ખાઈ શકાય છે.

દહીં અને સિંધાલૂણ મીઠું-

દંહીમાં સિંધાલૂણ મીઠું મિક્સ કરીને ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાય રહે છે. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હૃદય સંબંધી બીમારીને દૂર કરે છે. તેમજ ગરમીમાં સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

દહીં અને અજમો-

દહીંમાં અજમો નાંખીને તેનું સેવન કરવાથી મોઢામાં ચાંદા દૂર થાય છે. તેમાં ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જે દાંતને મજબૂત રાખે છે. તેમજ દાંતના દુઃખાવાની સમસ્યાને દૂર કરે છે.

દહીં અને કાળા મરી-

દહીંમાં રહેલાં પ્રોબાયોટિક બેક્ટેરિયા અને કાળા મરીમાં રહેલું પાઈપેરિન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત રહે છે. તેમજ પેટની બીમારીઓ દૂર થાય છે. ખાવાનું જલ્દી પચી જાય છે.

દહીં અને મધ-

દહીંમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરવાછી મોઢામાં પડેલાં ચાંદાની સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મળે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી ઘા જલ્દી રૂઝાય છે.

દહીં અને જીરું-

જીરામાં કેલેરી ઓછી હોય છે. તેથી દહીંમાં જીરું નાંખીને ખાવાથી વજન જલ્દી ઓછું થાય છે. તેમજ ખાવાનું જલ્દી પચી જાય છે. પેચ સંબંધિત તમામ સમસ્યા એક જ ચપટીમાં દૂર થઈ જાય છે.

દહીં અને ખાંડ-

દહીંમાં ખાંડ નાંખીને ખાવાથી કફની સમસ્યા દૂર થાય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. તેમજ યૂરિનમાં બળતરા જેવી સમસ્યા નથી થતી. આખો દિવસ શરીરમાં તાજગીનો અહેસાસ થાય છે. ગરમીમાં શરીરને ઠંડક આપે છે.

દહીં અને ઓટ્સ-

ઓટ્સમાં પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટિક સારા પ્રમાણમાં હોય છે. દહીંમાં ઓટ્સ નાંખીને તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. તેમજ ખોરાક જલ્દી પચી જાય છે. શરીરમાં વધારાની ચરબી પણ જમા નથી થતી. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

દહીં અને ફ્રૂટ્સ-

ફ્રૂટમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટસ હોય છે. દહીંની સાથે તેને ખાવાથી શરીરનો થાક ઉતરી જાય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. શરીરને ઠંડક મળે છે. ઉનાળામાં લૂ પણ નથી લાગતી.

દહીમાં નાંરગીનો જ્યૂસ મિક્સ કરવો.તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી સાંધાઓનો દુઃખાવો દૂર થાય છે. તેમજ નાંરગીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જે વધતી ઉંમરની અસરને રોકવામાં મદદ કરે છે. તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

દહીં, હળદર અને આદુ-

દુઆદુ અને હળદરમાં ફોલિક એસિડની માત્રા વધારે હોય છે. જે પ્રેગ્નેટ મહિલાઓ અને બાળકોના ગ્રોથ માટે એદકમ બેસ્ટ છે. તેનાથી શરદી-ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળે છે. તેમજ પાચવશક્તિ મજબૂત થાય છે.

તે સિવાય ઘણા લોકોમાં પરસેવામાંથી ખુબ દુર્ગંધ આવે છે. આવા લોકોને જો કોઈ ન ટોકે તો પણ પોતાને જ શરમ લાગે છે. દહીના સેવન થી પરસેવાની દુર્ગંધને હમેશા માટે દુર કરી શકો છો. તે સિવાય નહતા પહેલા દહીં અને બેસનનો લેપથી શરીર ઉપર માલીશ કરવાથી દુર્ગંધથી છુટકારો મળે છે.

error: Content is protected !!