આલુ પરાઠા – હવે જયારે પણ આલુ પરાઠા બનાવો તો આ રીતે બનાવજો, ઘરમાં બધાને ખુબ પસંદ આવશે.

આલુ પરાઠા :

ખુબજ પોપ્યુલર એવા આલુ પરાઠાનું નામ સાંભળીને મોમાં પાણી આવી જાય. ઇંડિયન બ્રેક્ફાસ્ટ્ માટે હોટ ફેવરીટ આ આલુ પરાઠા રેસ્ટોરન્ટ, હોટેલ, ધાબામાં પણ મળતા હોય છે. ઘણી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ખુબ ફેમસ હોય છે. ઘઉંનો લોટ, મેશ બટેટા અને થોડા મસાલાથી ખૂબજ સ્વાદિષ્ટ આલુ પરાઠા બનાવી શકાય છે.

બાફેલા બટેટાને મેશ કરીને કે બાફેલા બટેટાને ખમણીને ઉપયોગમાં લેવામાં આવે છે. ખમણવાથી સ્ટફીંગનું પર્ફેક્ટ ટેક્સચર થવાથી પરાઠા સરસ વણી શકાય છે. ઘણી વખત સ્ટફીંગને તડકા લગાવીને બનાવવામાં આવે છે. પણ તેનાથી પરાઠાના ટેસ્ટમાં કોઈ ખાસ ફેર પડતો નથી. અહી હું તડકા લગાવ્યા વગર જ આલું પરાઠા બનાવવાની સરળ અને ઝટપટ રેસીપી આપી રહી છું. તો મિત્રો ચોક્કસ થી આ રેસીપી ફોલો કરશો.

પરાઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી :

  • 2 ½ કપ ઘઉં( રોટલી)નો લોટ
  • 1 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન આખું જીરું

લોટ બાંધવાની રીત :

સૌ પ્રથમ બટેટા કુકરમાં 3 વ્હીસલ કરી પ્રેશર કૂક કરી લ્યો. ત્યારબાદ એક મીક્સિંગ બાઉલમાં 2 ½ કપ ઘઉંના લોટ લઇ તેમાં સોલ્ટ અને 1 ટેબલ સ્પુન ઓઇલ, 1 ટી સ્પુન આખુ જીરુ ઉમેરી મિક્ષ કરી, જરુર મુજબ પાણી ઉમેરી સરળતાથી વણી શકાય એવો સોફ્ટ લોટ બાંધો. 15-20 મિનિટ બાંધેલા લોટને ઢાંકીને રેસ્ટ આપો.

સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રી :

  • 4 મિડિયમ સાઈઝ્ના બાફેલા બટેટા
  • 2 ટેબલ સ્પુન ઘઉંનો લોટ
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ¼ ટી સ્પુન સંચળ પાવડર
  • 1 ટી સ્પુન આખું જીરુ
  • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • 1 લીલું મરચું બારીક સમારેલું
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ઓઇલ – આલુ પરાઠા શેકવા માટે

સ્ટફીંગ બનાવવાની રીત :

બીજા મિક્ષિંગ બાઉલમાં બાફેલા બટેટાને છાલ કાઢી ખમણી લ્યો. તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ચાટ મસાલો, 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 1 લીલું મરચું બારીક સમારેલું અને સ્વાદ મુજબ સોલ્ટ અને ઉમેરો.

½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો. તે મિશ્રણમાં 1 ટી સ્પુન આખું જીરું, 2 ટેબલ સ્પુન ઘઉંનો લોટ અને ¼ ટી સ્પુન સંચળ પાવડર મિક્ષ કરી સ્મુધ સ્ટફીંગ બનાવો. સ્ટફીંગમાં લોટ ઉમેરવાથી સરળતાથી સ્ટફીંગ અંદર સ્પ્રેડ થશે.

આલુ પરાઠા બનાવવાની રીત :

હવે સ્ટફીંગમાંથી 7 એક સરખા ભાગ કરી, હથેળીઓ ઓઇલથી ગ્રીસ કરી, બોલ્સ બનાવી લ્યો.

બાંધેલા લોટને 20 મિનિટ પછી 1 ટી સ્પુન ઓઇલ મૂકી સારી રીતે મસળીને સોફ્ટ બનાવી લ્યો.

તેમાંથી પણ 7 એકસરખા લુવા બનાવી લ્યો. એક લુવાને હાથમાં લઈ નાના બાઉલ જેવું બનાવી તેમાં સ્ટફીંગનો બોલ મૂકીને, લોટના બનાવેલા બાઉલની કિનાર વચ્ચે ભેગી કરી સીલ કરી લ્યો.

આ પ્રમાણે બાકીના બધા લુવા આલુ પરાઠા બનવવા માટે વાળી લ્યો. રોલિંગ બોર્ડ પર સ્ટફીંગ ભરેલું લુવુ મૂકી, આંગળીથી પ્રેસ કરીને થોડું મોટું કરી લ્યો. હવે હલકા હાથે વેલણથી થોડું થીક વણી લ્યો. આ પ્રમાણે આલુ પરાઠા વણીને રેડી કરવા.

મિડિયમ ફ્લૈમ પર તવો મૂકી, થોડું ઓઇલ લગાવી ગરમ થાય એટલે તેના પર આલુ પરાઠું શેકવા માટે મૂકો. એક થોડું બાજુ શેકાય એટલે થોડું ઓઇલ મૂકી બીજી બાજુ પણ ફ્લીપ કરી શેકી લ્યો.

આમ 2-3 વાર ફ્લીપ કરી, આલુ પરાઠામાં ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય અને બરાબર કૂક થઈ જાય એટલે પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે બાકીના બધાં વણેલા પરાઠા શેકી લ્યો. હવે ખૂબજ સ્વાદિષ્ટ એવા આલુ પરાઠા સર્વ કરવા માટે રેડી છે.

ગરમાગરમ આલુ પરાઠા સર્વિંગ પ્લેટમાં મૂકી તેના પર થોડું બટર અને સાથે અથાણું અને મસાલા કર્ડ બાઉલમાં સર્વ કે ચા સાથે પણ સર્વ કરી શકાય. આ કોમ્બીનેશનથી પરાઠા ખૂબજ ટેસ્ટી લાગશે. ઘરના નાના મોટા દરેક લોકોને ભાવશે.

સાભાર : શોભના વણપરિયા

યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)

દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.

error: Content is protected !!